હવામાન સમાચાર: વડોદરા, નડિયાદ, આણંદ અને નખત્રાણામાં 4.5 ઈંચથી વધુ વરસાદ, જાણો સ્થિતિ

Vadodara Rain Update, હવામાન સમાચાર: ગુજરાતના 224 તાલુકાઓમાં આ સોમવારના રોજ સવારથી જ વસરાદ થઈ રહ્યો છે. જેમાં સવારે 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે.

આ આઠ કલાક દરમિયાન આણંદના બોરસદમાં સૌથી વધુ 7.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે બાદ મોરવા (હડફ)માં 7.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, નડિયાદ, નખત્રાણા, આણંદ, ખંભાત, તારાપુર અને વડોદરામાં પણ 6.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયેલા ટોચના તાલુકાઓમાં સમાવેશ થાય છે.

રાજ્યના 44 તાલુકાઓમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 82 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વડોદરામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જે કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલ વચ્ચે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જે કારણે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.

Vadodara Rain Update

પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, વડોદરા વિશ્વામિત્રી નદીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ 23 ફૂટની સપાટીએ વિશ્વામિત્રી વહી રહી છે.

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગોરવા પંચવટી પાસે રોડ પર વરસાદમા પડી ગયેલા ઝાડ ઉપાડવાની કામગીરી પુરા જોશમાં ચાલી રહી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા નવસારી, સુરત, દમણ, વડોદરા, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લામાં પણ વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X