For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે લૂનર ડાયેટ કેમ સેલિબ્રિટીઝની વચ્ચે ફેમસ છે આ ડાયેટ

તમે વિવિધ પ્રકારની ડાયટ વિશે સાંભળ્યું હશે જેમકે કેટો ડાયેટ, વેગન ડાયેટ અને લિક્વિડ ડાયેટ જેવા વિવિધ પ્રકારનાં આહાર વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે ક્યારેય લૂનર ડાયેટ વિશે સાંભળ્યું હશે. વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

તમે વિવિધ પ્રકારની ડાયટ વિશે સાંભળ્યું હશે જેમકે કેટો ડાયેટ, વેગન ડાયેટ અને લિક્વિડ ડાયેટ જેવા વિવિધ પ્રકારનાં આહાર વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે ક્યારેય લૂનર ડાયેટ વિશે સાંભળ્યું હશે. જી હા, લૂનર ડાયેટ, જેને મૂન ડાયેટ અને વેયરવુલ્ફ ડાયેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચર્ચા છે કે ડેમી મૂર અને મેડોના જેવી હોલીવુડ હસ્તીઓ પણ આ ડાયેટનું પાલન કરે છે. ચાલો જાણીએ આ ડાયેટથી સંબંધિત મહત્વની બાબતો વિશે.

લૂનર ડાયેટ પદ્ધતિ

લૂનર ડાયેટ પદ્ધતિ

આમાં વ્યક્તિએ અમાવસ્યા અથવા પૂનમના દિવસે વ્રત રાખવું પડે છે અને તે દરમિયાન નક્કર ભોજન બિલકુલ પણ લેવું જોઇએ નહીં, ફક્ત પ્રવાહી પીણું લેવાનું હોય છે. જેમ કે ફળો અને શાકભાજીનું જ્યુસ લઈ શકાય છે, પરંતુ દૂધ અને ખાંડનું સેવન ન કરવું. નિષ્ણાતોના મતે આ આહાર પ્રણાલી વ્યક્તિની વજન ઘટાડવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે અને આ દ્વારા વ્યક્તિ ફક્ત 26 કલાકમાં તેનું વજન છ પાઉન્ડ સુધી ઘટાડી શકે છે.

સાયન્સ મુજબ

સાયન્સ મુજબ

આ ડાયેટ પાછળના સાયન્સ મુજબ, ચંદ્ર આપણા શરીરના પાણીને તે જ રીતે અસર કરે છે જે તે દરિયામાં ભરતીને અસર કરે છે. તેથી આ શક્તિનો ઉપયોગ વજન ઘટાડવા માટે થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે પૂનમ અને અમાસ દરમિયાન ચંદ્રનું ગુરુત્વાકર્ષણ સૌથી શક્તિશાળી હોય છે. તેથી, આ સમયે પ્રવાહી આહાર લેવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

લૂનર ડાયેટ ફોલો કરવાની રીત -

લૂનર ડાયેટ ફોલો કરવાની રીત -

મૂન ડાયેટનું પાલન કરનારાઓએ અમાસ અથવા પૂનમના દિવસના 26 કલાક દરમિયાન નક્કર ખોરાક ન લેવો જોઈએ. તેઓ પાણી અને ડિટોક્સ ચા લઈ શકે છે. આ દરમિયાન, તેઓ શાકભાજી અને ફળોનો રસ પણ પી શકે છે. આગામી 26 કલાક માટે, તમારે ફક્ત ફળો, સલાડ, સૂપ વગેરે ખાવાની છૂટ હોય છે. જો તમે મૂન ડાયેટ અપનાવી છે, તો પૂનમ દરમિયાન ભારે ખોરાક, ખાંડ અને ચરબી યુક્ત ખોરાકનું સેવન ન કરો.

લૂનર ડાયેટ માટે સાવધાની

લૂનર ડાયેટ માટે સાવધાની

લૂનર ડાયેટ નબળાઇ, થાક અથવા ચક્કર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય થાક, ચીડિયાપણું, બેહોશ થવું, ચક્કર આવવા અથવા એનેસ્થેસિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. હાઈપોગ્લાયકેમિઆ એટલે કે બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થઈ શકે છે. તેથી આ કરતા પહેલા, કોઈ નિષ્ણાતનો અભિપ્રાય જરૂર લો.

આ પણ વાંચોઃ સેના તૈયાર હોય તો પીઓકે પર હુમલાનો આદેશ કેમ નથી આપતા પીએમઃ શિવસેનાઆ પણ વાંચોઃ સેના તૈયાર હોય તો પીઓકે પર હુમલાનો આદેશ કેમ નથી આપતા પીએમઃ શિવસેના

English summary
what is moon diet and how its connected to amavasya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X