For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોન વડે 1 વર્ષની સ્માર્ટ બાળકીએ ખરીદી કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ebay
લંડન, 15 જુલાઇ: ટેક્નોલોજી હંમેશા સારી માનવામાં આવે છે. દરેક નવી ટેક્નોલોજી એક નવી સુવિધા સાથે તમારા કામને વધુ સરળ બનાવી દે છે. હવે ઉદાહરણ મોબાઇલ ફોનને લઇ લો. બદલતા જમાનાની સાથે મોબાઇલે કેટલું બધુ સરળ કરી દિધુ છે. આજે તમે મોબાઇલ વડે જરૂરી-બિનજરૂરી વાતો ઉપરાંત ફેસબુક ચેટિંગ, ઓનલાઇન ગેમ્સ જેવી ટેકલીય આધુનોક સુવિધાનો લાભ મેળવી શકો છે.

આ ઉપરાંત મોબાઇલ બેકિંગના માધ્યમથી ફોન બિલ, વિજળીનું બિલ પણ ભરી શકો છો. અડધી રાત્રે પથારીમાં પડ્યા પડ્યા તમે તમારા મોબાઇલ વડે વસ્તુની ખરીદી કરી શકો છો. પરંતુ તમારાનો આ સાથી તમને ભૂંડી રીતે ચોંકાવી શકે છે. અમે હેકિંગની વાત નથી કરી રહ્યાં. કદાચ તમે અંદાજો નહી લગાવી શકો કે આવું પણ થઇ શકે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરી તમારી એક વર્ષની છોકરી કે છોકરો તમારી જાણ બહાર કાર ખરીદી લેશે. કદાચ નહી વિચાર્યું હોય. પરંતુ આવું બની ચૂક્યું છે. તમે કાર ખરીદી છે પણ તમને ખબર પણ નથી. ખબર ત્યારે પડે છે જ્યારે તમારા મેઇલ બોક્સમાં તમારી ખરીદી બદલ ધન્યાવદ વ્યક્ત કરતો કંપની મેઇલ આવે છે. તમે અચંબામાં પડી જાવ છો કે આ ક્યારે થયું. તમે વિચારીને ગુસ્સે થશો કે તમને પૂછ્યા વિના તમારી પત્નીએ કાર ખરીદી લીધી, પરંતુ એ જાણીને ચોંકી ઉઠો છો કે તેને પણ કાર નથી ખરીદી. તમને જાણીને આશ્વર્ય થશે કે ગત મહિને અમેરિકામાં આવી ઘટના સામે આવી છે.

અમેરિકાના પોર્ટલેન્ડમાં મિ. સ્ટાઉટની એક વર્ષની પુત્રીએ તેના પિતાના ફોનથી એક 242 ડોલરની કાર ઓર્ડર કરી દિધી અને તેમને ત્યારે ખબર પડી કે કંપની દ્વારા તેમને ફોન પર ધન્યવાદ વ્યક્ત કરતો ફોન આવ્યો. મિ.સ્ટાઉટ આશ્ચર્યમાં પડી ગયા. પહેલાં તેમને લાગ્યું કે આ કોઇ ફ્રોડ મેઇલ છે. પરંતુ જ્યારે કાર તેમના ઘરે આવી અને એકાઉન્ટ બેલેન્સ ઓછું થયું હોવાની જાણ થઇ તો તે પરેશાન થઇ ગયા. મિ.સ્ટાઉટ કે તેમના પરિવારના કોઇ સભ્યએ આ કાર ખરીદી ન હતી. તો પછી આ કાર કોણે ખરીદી?

તપાસ બાદ જાણવા મળ્યું કે ઓર્ડર તેમના મોબાઇલથી થયો છે. પછી તેમને જાણવા મળ્યું કે જ્યારે તેમને તેમની પુત્રી ફોન રમવા આપ્યો હતો, ત્યારે તેને રમતાં-રમતાં ઇ-બે દબાવી દિધું અને તેને રમત-રમતમાં તે કારના ઓર્ડરનું બટન દબાવી દિધુ.

બિચારા મિ.સ્ટાઉટને તે કારની જરૂરિયાત ન હતી, પરંતુ પુત્રીની ભેટ હતી તો તેમને રાખવી પડી. આજે તે વિચારીને ખુશ છે કે તેમને ફક્ત 242 ડોલરની ગિફ્ટ ખરીદી, કદાચ 10 હજાર ડોલરની કાર ખરીદી લેતી તો તેમનું શું થાત!

English summary
A one-year-old girl in the US has bought a car through online trading, while playing on the mobile phone of her dad, who has decided to keep the "purchase".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X