Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 વર્ષની માસૂમ બાળકી સાથે મૌલવીએ ગુજાર્યો બળાત્કાર

minor-rape
અફધાનિસ્તાન 21 જુલાઇ: રમઝાનના પાક મહિનામાં એક મૌલવીએ એવું કૃત્યું આચર્યું છે કે જેને વાંચ્યા બાદ તમે પણ દંગ રહી જશો. કેસ અફધાનિસ્તાનનો છે. અહીં એક મૌલવીએ મસ્જિદ જેવી પાક જગ્યાએ 10 વર્ષની માસૂમ છોકરી સાતેહ હેવાનની માફક બળાત્કાર ગુજાર્યો. પીડિતાનું દર્દ અહીંયા જ ખતમ થતું નથી. જે સમયે તેને પોતાના મા-બાપની જરૂરિયાત હતી તે સમયે તે લોકોએ તે માસૂમથી મોઢું ફેરવી લીધું. જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે તેના અનુસાર માસૂમના પરિવારજનો હવે તેને જાનથી મારી નાખવાની (ઓનર કિલિંગ) યોજના બનાવી રહ્યાં છે.

દુષ્કર્મ આચરનાર મૌલવી તે 10 વર્ષની માસૂમને કુરાન શીખવાડતો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર મોહંમદ અમીને 1 મેના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી કારણ કે વધુ લોહી વહી જવાના લીધે માસૂમ બાળકીની હાલત એકદમ નાજૂક થઇ ગઇ હતી. તો બીજી તરફ મૌલવીએ પોકળ દલીલ આપી કે તેને જે કંઇ કર્યું છે તે છોકરીની સહમતિથી કર્યું છે. પોતાની દલીલમાં તેને જણાવ્યું કે કે તેને છોકરીની ઉંમર વિશે ખબર ન હતી.

પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી તો કરી લીધી છે પરંતુ એક નવા કેસે આખા ઘટનાક્રમને વધુ ગુંચવી દિધો છે. બળાત્કારના કેસમાં ઓનર કિલિંગની ઘટના હાલમાં અફઘાનિસ્તાનમાં સામાન્ય છે. પીડિતના પરિવારજનો માટે આરોપીએ સજા અપાવવાથી વધુ મહત્વપૂર્ણ ઓનર કિલિંગ થઇ ગયું છે. દેશનો માનવાધિકાર સંગઠન જણાવે છે કે ગત એક વર્ષમાં લગભગ 150 આવા કેસ સામે આવ્યા છે. મહિલા સંગઠનોએ આ ઘટનાને લઇને સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી તેના પરિવારવાળાઓથી પીડિતાને જીવનું જોખમ છે. તેમછતાં સ્થાનિક પોલીસકર્મીઓ પીડિતાને શરણાર્થી ગૃહથી હટાવીને તેના ઘરે પહોંચાડી દિધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X