For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિવારના 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યાં, પછીં તલાક લઈ લીધા, જાણો કારણ

પરિવારના 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યાં, પછીં તલાક લઈ લીધા, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકો શું શું નથી કરતા હોતા. પરંતુ ચીનમાં રહેતા એક પરિવારે કંઈક એવું કર્યું જે કોઈ વિચારી પણ ન શકે. ચીનની સરકારી યોજનાનો લાભ મેળવવા એક પરિવારના 11 લોકોએ 2 અઠવાડિયામાં 23 વાર લગ્ન કર્યાં અને પછી તલાક લઈ લીધા. સીએનએનના અહેવાલ મુજબ આ કૌભાંડ ત્યારે શરુ થયું જ્યારે પૈન નામના એક વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંતના લિશુઈ શહેરના એક નાનકડા ગામમાંથી શહેરી નવીનીકરણ વળતર યોજના વિશે માલૂમ પડ્યું.

અજીબ મામલો

અજીબ મામલો

પીપલ્સ ડેલીના રિપોર્ટ મુજબ સ્થાનિક નિવાસીઓને ઓછામાં ઓછા 40 વર્ગ મીટરની જમીન આપવામાં આવી રહી હતી, પછી ભલે તેમની પાસે સંપત્તિ હોય કે ન હોય. આ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે પૈને પોતાની જ પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યાં. 6 દિવસ બાદ જ પૈનને જમીન મળી ગઈ અને તેણે પોતાની પૂર્વ પત્નીને તલાક આપી દીધા. પરિવારના અન્ય સભ્યો પણ જલદી જ કથિત કૌભાંડમાં સામેલ થઈ ગયા.

ખુદની બહેન સાથે પણ લગ્ન કર્યાં

ખુદની બહેન સાથે પણ લગ્ન કર્યાં

એટલું જ નહિ, જમીનની લાલચમાં પૈને પોતાની બહેન, સાળી સાથે પણ લગ્ન કર્યાં. આ દરમિયાન પૈનના પિતાએ પણ તેના કેટલાક સંબંધીઓ સાથે લગ્ન કરી લીધાં. તે લગ્નમાં તેના મમ્મી પણ સામેલ હતાં. એકબીજા સાથે લગ્ન કર્યા બાદ તેમણે ગામના નિવાસીઓ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને તલાક લઈ લીધા.

બધાની ધરપકડ થઈ

બધાની ધરપકડ થઈ

રિપોર્ટ્સ મુજબ પૈને એક અઠવાડિયામાં ત્રણ વાર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારી અધિકારીઓ મુજબ પૈનની છેતરપિંડી અંગે તેમને ખબર પડી ગઈ. તેમણે જોયું કે 11 લોકોનું સરનામું એક જ ઘરનું છે. કૌભાંડનો ખુલાસો થયા બાદ બધાની ધરપકડ કરી લેવામાં આવી છે. પીપલ્સ ડેલી મુજબ ચાર લોકોની અટકાયત કરવાાં આવી છે જ્યારે બાકીના લોકોને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામોNRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

English summary
11 family member married 23 times in a week for fraud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X