For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્ની કુલસુમના જનાજામાં શામેલ થવા નવાઝ શરીફને મળ્યા 12 કલાકના પેરોલ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ મોહમ્મદ સફદરને 12 કલાકની પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ મોહમ્મદ સફદરને 12 કલાકની પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે નવાઝ શરીફની પત્ની કુલસુમનું નિધન થઈ ગયુ છે. પેરોલ પર મુક્ત થયા બાદ નવાઝ પોતાની પુત્રી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદર સાથે બુધવારે સવારે લાહોર પહોંચી ગયા. આ ત્રણેને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. ત્રણે લંડનના એવનફીલ્ડ પ્રોપર્ટી કેસમાં પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો (નેબ) એ સજા સંભળાવી છે. નવાઝને 10 વર્ષ અને તેમની પુત્રીને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વળી જમાઈને એક વર્ષની સજા મળી છે. ત્રણે 13 જુલાઈથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

સ્પેશિયલ પ્લેનથી પહોંચ્યા લાહોર

સ્પેશિયલ પ્લેનથી પહોંચ્યા લાહોર

65 વર્ષીય કુલસુમ ગળાના કેન્સરથી પીડિત હતા અને મંગળવારે લંડનની હાર્લે સ્ટ્રીય ક્લિનિકમાં તેમનું નિધન થઈ ગયુ છે. કુલસુમના મૃતદેહને શરીફના પરિવારના લાહોરના જટ્ટી ઉમરા સ્થિત ઘરમાં દફનાવવામાં આવશે. નવાઝ, તેમની પુત્રી અને જમાઈને એક વિશેષ પ્લેન દ્વારા જટ્ટી ઉમરા સુધી લાવવામાં આવ્યા. આ ત્રણેને પંજાબ સરકાર તરફથી 12 કલાકના પેરોલ મળ્યા બાદ રાવલપિંડીના નૂર ખાન એરબેઝથી સવારે લાહોર લાવવામાં આવ્યા. ત્રણે સવારે 3.15 વાગે લાહોર પહોંચ્યા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રવકતા મરિયમ ઔરંગઝેબે જણાવ્યુ કે નવાઝના ભાઈ શહેબાધ શરીફ તરફથી પંજાબ સરકારને પાંચ દિવસના પેરોલ માટે અનુરોધ મોકલવામાં આવ્યો હતો. પરંતુ પંજાબ સરકારે શહબાઝના પાંચ દિવસના અનુરોધને ઠુકરાવી દીધો અને માત્ર 12 કલાકના પેરોલ પર મુક્ત કર્યા. ઔરંગઝેબે આના પર કહ્યુ, ‘અમને આશા છે કે પંજાબ સરકાર આ પેરોલની સીમા શુક્રવાર સુધી વધારશે કારણકે તે જ દિવસે બેગમ કુલસુમના અંતિમ સંસ્કાર થવાના છે.'

આ પણ વાંચોઃ 35 એ પર વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ ટાળવામાં આવી શકે છેઃ સૂત્રઆ પણ વાંચોઃ 35 એ પર વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ ટાળવામાં આવી શકે છેઃ સૂત્ર

વધારવામાં આવી શકે છે પેરોલની સમયમર્યાદા

વધારવામાં આવી શકે છે પેરોલની સમયમર્યાદા

ઔરંગઝેબે એ પણ જણાવ્યુ કે શહબાઝ શરીફ બુધવારે લંડન માટે રવાના થશે જ્યાંથી તે કુલસુમના મૃતદેહ સાથે લાહોર પાછા આવશે. પંજાબ સરકારમાં એક વરિષ્ઠ અધિકારી તરફથી પણ જણાવવામાં આવ્યુ કે પેરોલની સમયમર્યાદા કુલસુમના અંતિમ સંસ્કાર થવા સુધી વધારવામાં આવશે. આ અધિકારી તરફથી જાણકારી આપવામાં આવી કે, ‘કુલસુમનો મૃતદેહ શુક્રવારે લાહોર પહોંચશે માટે પેરોલની સમયમર્યાદા વધારવા ન આવે તેવી કોઈ સંભાવના નથી. સરકાર તરફથી માનવીય આધારો પર શરીફને તેમની પત્નીના જનાજામાં શામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.' પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે પાકિસ્તાન જેલ નિયમ 1978 ના અધિનિયમ હેઠળ 545-બી હેઠળ પૂર્વ પ્રધાનમંત્રી, તેમની પુત્રી અન જમાઈના પેરોલની સમયમર્યાદાને 12 કલાકથી વધુ નહિ વધારવામાં આવે. પોલિસ તેની સુરક્ષા માટે જવાબદાર રહેશે. તેઓ મંજૂરી વિના જટ્ટી ઉમરા છોડીને નહિ જઈ શકે. આ પહેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કુલસુમના મૃતદેહને પાછો લાવવામાં અને પેરોલ સાથો જોડાયેલા મસલા પર શરીફ પરિવારની દરેક સંભવ મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શરીફ પરિવારના જટ્ટી ઉમરા સ્થિત ઘર પર ભારે સુરક્ષાબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે.

પાંચ વાર થઈ કિમોથેરેપી

પાંચ વાર થઈ કિમોથેરેપી

કુલસુમ અને નવાઝના લગ્ન સન 1971 માં થયા હતા અને તેમના ચાર બાળકો છે. પુત્રી મરિયમ નવાઝ ઉપરાંત પુત્રી આસ્માં ઉપરાંત બે પુત્રો હસન અને હુસેન છે. કુલસુમ નવાઝે પંજાબ યુનિવર્સિટીથી ઉર્દૂ ભાષામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેમણે લાહોરના ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ. તેમનો જન્મ વર્ષ 1950 માં એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. કુલસુમ લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં છેલ્લા ઘણા સમયથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમનુ સ્વાસ્થ્ય સતત કથળી રહ્યુ હતુ અને તેમને ફેફસાન તકલીફ પણ થઈ ગઈ હતી. ત્રણ વાર પાકિસ્તાનની ફર્સ્ટ લેડી રહી ચૂકેલી કુલસુમને ગયા વર્ષે ઓગસ્ટમાં લિમ્ફોમા બિમારીની જાણ થઈ હતી અને ત્યારથી તે લંડનમાં હતા. તેમના ઘણી સર્જરી થઈ અને તે ઓછામાં ઓછા પાંચ વાર કિમોથેરેપીની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થયા હતા.

જૂનમાં આવ્યો હતો કાર્ડિયાક એરેસ્ટ

જૂનમાં આવ્યો હતો કાર્ડિયાક એરેસ્ટ

આ વર્ષે જૂનમાં તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને ત્યારથી તે વેન્ટીલેટર પર હતા. 12 જુલાઈના રોજ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જરૂર થયો હતો. તેના એક દિવસ બાદ જ નવાઝ શરીફ બેગમને મળવા પોતાની પુત્રી મરિયમ સાથે લાહોર પહોંચ્યા હતા અને અહીં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગયા વર્ષે જ્યારે સુપ્રિમ કોર્ટના એક આદેશ બાદ નવાઝ શરીફને અયોગ્ય ગણાવામાં આવ્યા તો કુલસુમે લાહોરની એનએ-120 બેઠકની પેટાચૂંટણીમાં ભાગ લીધો હતો. જ્યાં તેમને જીત મળી હતી. જીત બાદ કુલસુમ શપથગ્રહણ માટે લંડનથી પાછા આવી શક્યા નહોતા કારણકે તેમની તબિયત સારી નહોતી.

નવાઝના હમસાયા હતા કુલસુમ

નવાઝના હમસાયા હતા કુલસુમ

કુલસુમ પહેલા વર્ષ 1990 થી 1993, પછી 1997 થી 1999 અને બાદમાં 2013 થી 2017 સુધી પાકિસ્તાનના ફર્સ્ટ લેડી રહી ચૂક્યા છે. વર્ષ 1999 થી 2002 સુધી કુલસુમે પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ તરીકે કામ કર્યુ. આ એ જ સમય હતો જ્યારે પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ બાદ નવાઝ શરીફના ઘરેથી બધા પુરુષોને જેલમાં નાખી દીધા હતા. કુલસુમ અને તેમની પુત્રી મરિયમને પણ આ દરમિયાન ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. કુલસુમ છેલ્લા 30 વર્ષોથી રાજનીતિના દરેક સારા-ખરાબ સમયમાં પોતાના પતિ અને પૂર્વ પીએમ નવાઝ સાથે મજબૂતી સાથે ઉભા રહ્યા હતા. આ વાતનો ઉલ્લેખ મરિયમે પણ ઘણા ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

આ પણ વાંચોઃ SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટઆ પણ વાંચોઃ SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ

English summary
12-hour parole for Nawaz Sharif, daughter and son-in-law to attend Kulsoom's funeral, reach Lahore, Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X