અફઘાનિસ્તાનમાં બે સ્યૂસાઇડ હુમલા, 18ના મોત

સેન્ટ્રલ કાબુલમાં ડિફેન્સ મિનિસ્ટ્રી ના મેન ગેટ પાસ એક ફિદાયીન સાઇકલ લઇને પહોંચ્યો અને પોતાને મેન ગેટથી 30 મીટરના અંતરે ઉડાવી દિધો. જો કે અહીં ઘણી સિક્યુરિટી રહે છે. આ હુમલામાં 9 લોકોના મોત નિપજ્યાં છે અને 13 લોકો ઘાયલ થયા છે. ઘણી કારો પણ નુકસાન થયું છે. ત્યારબાદ કાબુલના રસ્તાઓ પર ગોળીઓનો અવાજ શરૂ થઇ ગયો.
આ ઘટના તે સમયે થઇ હતી જ્યારે હેગેલે ત્યાંથી એક કિલોમીટર દુર બ્રીફિંગ કરી રહ્યાં હતા. તે બ્રીફિંગ બેરોકટોક ચાલે છે. આ ઘટના બાદ તાલિબાન પ્રવક્તાએ કહ્યું હતું કે અમે હેગેલેને સંદેશ આપવા માંગીએ છીએ કે અમે કાબુલમાં પણ ગમે ત્યાં ગમે તે કરી શકીએ છીએ. હેગેલ અમારા ટારગેટ પર ન હતા. બીજી તરફ પૂર્વી અફઘાનિસ્તાનના વિસ્તારમાં એક સ્યૂસાઇડ હુમલામાં 8 બાળકો તથા એક પોલીસવાળાનું મોત નિપજ્યું છે. આ હુમલામાં બે અન્ય બાળકો પણ ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
