અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર, 18 બાળકો સહિત 21ના મોત

અમેરિકાના ટેકસાસ શહેરમાં સ્થિત સ્કૂલમાં 18 વર્ષના શૂટરે 18 બાળકો અને 3 અન્યની ગોળી મારીને હત્યા કરી દીધી.

ટેકસાસઃ અમેરિકાના ટેકસાસ શહેરમાં સ્થિત સ્કૂલમાં 18 વર્ષના શૂટરે 18 બાળકો અને 3 અન્યની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના રૉબ એલીમેન્ટ્રી સ્કૂલની છે કે જે ટેકસાસના ઉવાલ્ડેમાં સ્થિત છે. રિપોર્ટ મુજબ શૂટરનુ પણ મોત થઈ ગયુ છે. ટેકસાસના ગવર્નર ગ્રેગ એબૉટે કહ્યુ કે એલીમેન્ટ્રી સ્કૂલ શૂટરની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ગોળીબારમાં શૂટરનુ પોલિસ અધિકારીની ગોળી વાગવાથી મોત થઈ ગયુ છે. આ ઘટના બાદ આજે અમેરિકામાં રાષ્ટ્રીય ધ્વજ શોકમાં અડધો ઝૂકેલો રહેશે.

usa

ટેક્સાસના ગવર્નરે જણાવ્યુ હતુ કે શૂટર તેની કાર છોડીને રોબ એલિમેન્ટરી સ્કૂલમાં પ્રવેશ્યો હતો જેમાં હેન્ડગન, કદાચ એક રાઇફલ પણ હતી પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. આ ઘટના અંગે ઉવાલ્ડે કોન્સોલિડેટેડ ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટનુ કહેવુ છે કે ગોળીબાર બાદ તેમણે શાળાની તમામ ગતિવિધિઓ રદ કરી દીધી છે. તમામ જિલ્લા અને કેમ્પસ પ્રવૃત્તિઓ, શાળા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અમે એક ન્યૂઝ કોન્ફરન્સ કરીશુ.

રિપોર્ટ અનુસાર શૂટર મંગળવારે બપોરે 12.17 વાગ્યે સ્કૂલમાં ઘુસ્યો હતો. 2018 પછી અમેરિકામાં આ સૌથી મોટો હુમલો છે. આ પહેલા 2018માં ફ્લોરિડામાં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાં ગોળીબારમાં 17 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ સમગ્ર અમેરિકામાં શોકની લહેર છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે જણાવ્યું કે જો બાઈડેનને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી છે. અમે ભવિષ્યમાં પણ તેમને આ ઘટના અંગેની તમામ ઉપલબ્ધ માહિતી આપતા રહીશુ. રાષ્ટ્રપતિએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને આ દર્દનાક અને ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તે આજે સાંજે વ્હાઇટ હાઉસ પહોંચ્યા બાદ ઘટના વિશે વાત કરશે. સ્થાનિક પોલીસે અગાઉ કહ્યુ હતુ કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X