For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં લાગી આગ, 9 બાળકો સહિત 19ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 બાળકો પણ શામેલ છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 બાળકો પણ શામેલ છે. આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં સિટી ફાયર કમિશનરે જણાવ્યું હતું કે, આ અત્યાર સુધીની સૌથી પીડાદાયક દુર્ઘટનાઓમાંની એક છે. મેયર એરિક એડમ્સના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન રિંગલે 19 લોકોના મૃત્યુ તેમજ નવ બાળકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

fire, new york

આ અકસ્માતમાં પાંચ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 13 લોકોની હાલત ગંભીર છે અને આ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મોટાભાગના ઘાયલ લોકોના ફેફસામાં ધુમાડો ભરાઈ ગયો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અકસ્માત બાદ ફાયર વિભાગના 200 જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે એપાર્ટમેન્ટના દરેક ફ્લોર પર લોકો આગમાં ફસાયેલા જોવા મળ્યા હતા. ધુમાડાના કારણે ઘણા લોકોને હાર્ટ એટેક પણ આવી ગયો છે. આ અકસ્માતની સરખામણી હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબ ફાયર સાથે કરવામાં આવી છે, જે 1990માં શરૂ થઈ હતી, જેમાં 87 લોકોના મોત થયા હતા.

તે સમયે એક વ્યક્તિએ બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. વાસ્તવમાં વ્યક્તિની તેની જૂની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને તેને ક્લબની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેણે બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી.

આ આગ એટલી જોરદાર હતી કે, થોડી જ સેકન્ડ્સમાં તે બીજાથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. જો કે, શરૂઆતમાં આ આગ એટલી ગંભીર ન હતી, પરંતુ બાદમાં તે ખૂબ જ ઝડપથી વધી હતી. આગનું કારણ હજૂ જાણી શકાયું નથી, તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ફિલાડેલ્ફિયામાં પણ રવિવારના રોજ એક ઘરમાં આગ લાગી હતી, જેમાં 8 બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા.

English summary
Major Fire in an apartment of New York 19 people died including kids lost life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X