કાબુલમાં આતંકી હુમલો, બે ભારતીયોના મોત
કાબુલ, 14 મે: હજી બુધવારના રોજ કરાચીમાં થયેલા આતંકવાદી હુમલાને ભુલાવી શક્યા નથી કે કાબુલમાં વધુ એક આતંકી હુમલો થયો છે, જેનાથી લોકો હતપ્રભ થઇ ગયા છે. બુધવારે કાબુલના એક જાણીતા ગેસ્ટ હાઉસ પર આતંકી હુમલો થયો, જેમાં બે ભારતીયો સહિત 9 લોકોના મોત થઇ જવાના સમાચાર છે. આ હુમલામાં ત્રણ હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. જે જાણકારી મળી રહી છે, તે અનુસાર બંધુકધારીઓના નિશાના પર ભારતીયો રાજનયિક હતા.
અફઘાનિસ્તાન મીડિયા અનુસાર બુધવારે સાંજે કેટલાંક બંધુકધારીઓ રેસ્ટોરંટમાં ઘુસી આવ્યા હતા, ઘટના સમયે ગેસ્ટહાઉસની અંદર લગભગ 44 લોકો ફસાયેલા હતા. પોલીસ અને સુરક્ષા દળ ત્યાં ફસાયેલા કેટલાંક લોકોને સુરક્ષિત નિકાળી લાવ્યા છે, પરંતુ હજી સુધી કોઇપણ આતંકવાદી સંગઠને ઘટનાની જવાબદારી લીધી નથી. Spoke to President @ashrafghani & offered condolences on loss of lives due to the Kabul attack. We are one when it comes to fighting terror.
— Narendra Modi (@narendramodi) May 14, 2015
હુમલામાં બે ભારતીયો સહિત નવ લોકોના મોત
વડાપ્રધાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ચિંતા વ્યક્ત કરી છે, ચીન માટે રવાના થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મને હમણા સમાચાર મળ્યા હું ચિંતિત છું અને વધુ લોકોની સલામતી માટે ઉપરવાળા પાસે દુઆ માગુ છું.
President @ashrafghani expressed sadness on the unfortunate demise of Indian citizens in the attack in Kabul.
— Narendra Modi (@narendramodi) May 14, 2015