For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસમાં બે વિમાન વચ્ચે ટક્કર થતાં 5 મુસાફરોનાં મોત

ફ્રાંસમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં યાત્રી વિમાન અને માઈક્રોલાઈટ વિમાન વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફ્રાંસમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં યાત્રી વિમાન અને માઈક્રોલાઈટ વિમાન વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો છે. જાણકારી મુજબ આ ઘટના શનિવારે પશ્ચિમ ફ્રાંસમાં થઈ છે. ઘટનામાં 5 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. સરકાર તરફથી આ ઘટના વિશે જાણકારી આપતાં કહેવામાં આવ્યું કે સ્મૉલ માઈક્રોલાઈટ પ્લેન જેમાં 2 લોકો સવાર હતા, તેની ટકક્ર DA40 વિમાન સાથે થઈ ગઈ. યાત્રી વિમાનોમાં 3 લોકો સવાર હતા. આ ટક્કર શનિવારે સાંજ 4.30 વાગ્યે થઈ હતી.

flight crash

માઈક્રોલાઈટ પ્લેન એક ઘર પાસે ક્રેસ લેન્ડ થયું જ્યારે બીજું યાત્રી વિમાન રહેણાંકવાળા વિસ્તારથી ઘણું દૂર લેન્ડ થયું. ઘટના બાદ 50 ફાયરફાઈટર્સ પહોંચી ગયા અને વિમાનમાં લાગેલી આગ ઓલવવાની કોશિશ કરી. આ ઘટનામાં પાંચેય શખ્સ મૃત્યુ પામ્યા છે. જો કે હજી સુધી મૃતકોની ઓળખ નથી થઈ શકી. પોલીસનું કહેવું છે કે તેઓ આ ક્રેશની તપાસ કરી રહ્યા છે.

લદાખમાં ચીનના 60 હજારથી પણ વધારે સૈનિક: માઇક પોમ્પિયોલદાખમાં ચીનના 60 હજારથી પણ વધારે સૈનિક: માઇક પોમ્પિયો

English summary
2 plane collided in mid air, 5 man died due to incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X