પાકિસ્તાનમાં 20 હજાર વેબસાઇટ પર પ્રતિબંધ

પાકિસ્તાનના દૂરસંચાર સત્તામંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ઇંટરનેટ પર ઈસ્લામ વિરોધી ફિલ્મ ‘ઇનોસેંસ ઓફ મુસ્લિમ' જેવી વાંધાજનક સામગ્રી દેખાડવા બદલ યુટ્યૂબ સહિત 20 હજાર જેટલી વેબસાઇટ અને બ્લોગ પર પ્રતિબંધ લાદી દીધો છે.
આ અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે અમે આ સંબંધે કડકાઇથી કોર્ટના આદેશોનું પાલન કરી રહ્યા છીએ.
લાહોરની એક સત્ર અદાલતે ઇંટરનેટ પરથી ઈસ્લામ વિરોધી ફિલ્મના ફુટેજને હટાવવામાં નિષ્ફળ રહેનાર સંગઠનના અધ્યક્ષની સામે કાનૂની પગલાં ભરવાના આદેશ આપ્યા હતાં.
અધિકારીએ જણાવ્યું કે પીટીએએ ઈસ્લામ વિરોધી ફિલ્મ દેખાડનાર વેબસાઇટ સહિત અનેક વાંધાજનક વેબસાઇટ પર પણ બેન લાદી દીધો છે.












Click it and Unblock the Notifications
