પત્નીને માર મારવો યોગ્ય માને છે દુનિયાના 25 ટકા લોકો, 90 ટકા લોકો મહિલા પ્રત્યે રાખે છે પૂર્વગ્રહ
ગત કેટલાક દશકોમાં મહિલાઓના સશક્તિકરણ અંગે દુનિયાભરમાં ઘણી સારી સારી પહેલ કરી છે. જોકે, જમીની વાસ્તવિકતા તેનાથી વિપરિત છે. જાતિગત ભેદભાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઘણા ખુલાસા થયા છે. જેના દ્વારા જાણવા મળે છે કે, મહિલાઓ પ્રત્યેના વિચારો વધુ બદલાયા નથી.
જેન્ડર સોશિયલ નોર્મ્સ ઇન્ડેક્સ (GSNI) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરના 90 ટકા લોકો અથવા 10 માંથી એક હજુ પણ લિંગ પૂર્વગ્રહ ધરાવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આમાં પુરુષોની સાથે 90 ટકા મહિલાઓ પણ સામેલ છે. એટલે કે સ્ત્રીઓ પ્રત્યેનો કોઈ ને કોઈ પૂર્વગ્રહ આજે પણ સ્ત્રીઓના મનમાં રહે છે.

પૂર્વગ્રહના મુદ્દાઓ અંગે ચોક્કસપણે અભિપ્રાયનો તફાવત છે. આની જેમ મહિલા શિક્ષણને લઈને લિંગ પૂર્વગ્રહ હવે માત્ર 28 ટકા છે, પરંતુ અડધા લોકો હજૂ પણ માને છે કે, પુરુષો વધુ સારા રાજકારણી છે. જ્યારે, 40 ટકાથી વધુ માને છે કે, વ્યવસાયની વાત આવે, ત્યારે પુરુષો હજૂ પણ વધુ સારા હોઈ શકે છે.
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર આધારિત વર્લ્ડ વેલ્યુ સર્વેના આ ડેટાને સોમવારના રોજ નવા GSNI રિપોર્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે, આજે પણ દુનિયામાં 25 ટકા લોકો એવા છે, જેઓ પોતાની પત્નીને મારવાનું યોગ્ય ઠેરવે છે.
આ રિપોર્ટનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે, ઘણા વર્ષો બાદ પણ લિંગ પૂર્વગ્રહ અંગે લોકોની વિચારસરણીમાં બહુ ફરક નથી આવ્યો. આ અગાઉ 2010 થી 2014 ની વચ્ચે કરવામાં આવેલ સર્વે અને ત્યારબાદ 2017 થી 2022 ની વચ્ચે કરવામાં આવેલા લેટેસ્ટ સર્વે મુજબ લિંગ પૂર્વગ્રહ અંગે સમાજમાં હજુ પણ મક્કમતા છે.
આવા પૂર્વગ્રહમાં એક નાનો ઘટાડો પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, લિંગ પૂર્વગ્રહની લાગણી પુરુષોમાં 3 ટકા ઘટી છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર 1.5 ટકા ઘટાડો નોંધાયો છે.
આ રિપોર્ટમાં બીજી ચોંકાવનારી હકીકત એ છે કે, ભલે મહિલા શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલાયો હોય, પરંતુ તેનાથી તેમના આર્થિક સશક્તિકરણમાં કોઈ મદદ મળી નથી.
આ મુજબ, મહિલાઓ પહેલા કરતાં વધુ કુશળ અને શિક્ષિત છે, 59 દેશોમાં મહિલાઓ હવે પુરુષો કરતાં વધુ શિક્ષિત છે, તેમ છતાં સરેરાશ આવક તફાવત પુરુષોની તરફેણમાં આશ્ચર્યજનક 39 ટકા છે.
આ રિપોર્ટ માટે 80 દેશોમાં કરવામાં આવેલા બંને સર્વેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્વની ઓછામાં ઓછી 85 ટકા વસ્તી આ 80 દેશોમાં રહે છે. તેના આધારે તે સ્પષ્ટપણે જણાવે છે કે, મહિલા અધિકારો માટે જોરદાર વૈશ્વિક અને સ્થાનિક ઝુંબેશ છતાં એક દાયકામાં મહિલાઓ સામેના ભેદભાવમાં કોઈ સુધારો થયો નથી.












Click it and Unblock the Notifications
