US Elections: જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા તો 28 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે
US Elections: જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા તો 28 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે
અમેરિકામાં હવે પ્રેસિડેન્શિયલ પદની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવવાની છે એવામાં રાજનૈતિક પાર્ટીઓએ પોતાની રેલીઓ તેજ કરી દીધી છે. પોતાના બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહેલા કાર્યરત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન સાથે છે. ચૂંટણી પ્રચારની વાત કરીએ તો અત્યાર સુધી જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પથી ઘણા આગળ જોવા મળી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી હારે છે તો એક ઐતિહાસિક ઘટના બનશે.

3 નવેમ્બરે ચૂંટણી થશે
જણાવી દઈએ કે અમેરિકામાં 3 નવેમ્બરે પ્રેસિડેન્ટશિયલ ચૂંટણી માટે મતદાન થનાર છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. જ્યારે પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા જો બિડેન પ્રેસિડેન્ટ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી થયેલ મોટાભાગના સર્વેમાં જો બિડેન પોતાના પ્રતિદ્વંદ્વી અને હાલના પ્રેસિડેન્ટથી આગળ નીકળતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ ત્રણ નવેમ્બરે થનાર ચૂંટણી હારી જશે તો 28 વર્ષ જૂનો રેકોર્ડ ટૂટી જશે.

ટ્રમ્પ હારશે તો રેકોર્ડ ટૂટશે
રિપોર્ટ મુજબ જો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્શિયલ ચૂંટણી હારે છે તો તેઓ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ સીનિયર બાદ પહેલા એવા પ્રેસિડેન્ટ હશે જેમને બીજો કાર્યકાળ નથી મળી શક્યો. જણાવી દઈએ કે જ્યોર્જ બુશ સીનિયર માત્ર એકવાર જ અમેરિકાના પ્રેસિડન્ટ રહ્યા છે. બીજા કાર્યકાળ માટે તેમણે 1992ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલચસ્પ વાત એ છે કે ટ્રમ્પની જેમ જ જ્યોર્જ બુશ પણ રિપબ્લિકન પાર્ટીથી હતા.

બિડેન ચૂંટણી જીતશે તો ઈતિહાસ પુનરાવર્તિત થશે
જ્યોર્જ બુશ સીનિયર બાદ અમેરિકામાં અત્યાર સુધી પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડેમોક્રેટ બિલ ક્લિંટન, રિપબ્લિકન જ્યોર્જ બુશ અને ડેમોક્રેટ બરાક ઓબામાએ પોતાના બંને કાર્યકાળને પૂરાં કર્યાં. જણાવી દઈએ કે અમેરિકી સંવિધાન મુજબ કોઈ નેતા માત્ર બે વાર જ પ્રેસિડેન્શિયલ ચૂંટણી લડી શકે છે. હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો પહેલો કાર્યકાળ પૂરો થઈ ચૂકયો છે, હવે તેઓ બીજી ટર્મ માટે ચૂંટણી મેદાનમાં છે. આની સાથે જ જો બિડેન ચૂંટણી જીતે છે તો તેઓ 32 વર્ષ જૂના ઈતિહાસને ફરીથી પુનરાવર્તિત કરશે. બુશ સીનિયર બાદ તેઓ એવા પ્રેસિડેન્ટ હશે જેમણે 8 વર્ષ વાઈસ પ્રેસિડેન્ટ પદ પર રહ્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ચૂંટણી જીતી.












Click it and Unblock the Notifications
