મેક્સિકો સિટી ધમાકામાં 29 ના મોત, 70 ઘાયલ

Subscribe to Oneindia News

રાજધાની મેક્સિકો સિટીના એક ફટાકડા બજારમાં મંગળવારે રાતે જબરદસ્ત ધમાકો થયો જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયાના સમાચાર છે અને 70 થી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.

mexico

મળતી જાણકારી મુજબ આ ધમાકો ટુલ્ટપેકના સિવિલ પ્રોટેક્શન ડિવિઝનના સૈન પેબ્લિટો ફટાકડા બજારમાં થયો છે. ધમાકા બાદ રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરુ કરવામાં આવ્યુ અને આગ ઓલવવાનું કામ કરવામાં આવ્યુ. બધા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માત્ર બજારમાં જ નહિ પરંતુ બજારની નજીકના ઘરોમાં પણ ધમાકાને કારણે ભારે નુકશાન થયુ છે.

જે બજારમાં ધમાકો થયો છે તે મેક્સિકો શહેરનું શ્રેષ્ઠ ફટાકડા બજાર ગણાય છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ પણ ટ્વીટરના માધ્યમથી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

English summary
29 people were killed and several others were injured in an explosion that ripped apart a fireworks market in the outskirts of Mexico City on Tuesday.
Please Wait while comments are loading...