300 હત્યાનો આરોપી મેક્સિકોમાં ઝડપાયો

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, સાલ્વાડોર અલ્ફાંસો માર્ટિનેજ પર ટોમોલિપ્સ, નૂવેવો લેયાન અને કોએહુલિયા રાજ્યોમાં માદક પ્રદર્થો સંબંધિત ગતિવિધિઓનું સંચાલન કરવાના પણ આરોપ છે. તેને શનિવારે નૂવેવો લારેડોમાં ઝડપવામાં આવ્યો હતો.
નૌસેનાના પ્રવક્તા રેયર એડમિરલ જોસ લુઇસ વેર્ગારાનું કહેવું છે કે નશીલા પ્રદાર્થોના સૌદાગરની એ વખતે ધરપકડ કરવામાં આવી, જ્યારે તે નૌસેના અને જિટાસના બંદૂકધારીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબાર બાદ કેમ્પાનેરિઓ રાજ્યની સરહદ પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
નોંધનીય છે કે સરકાર 31 વર્ષિય માર્ટિનેજની ધરપકડને લઇને ઘણી ગંભીર હતી અને તેના પર 12 લાખ ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
