For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના 44 સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લખી ચિઠ્ઠી, ભારત માટે કરી માંગ

અમેરિકાના 44 સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લખી ચિઠ્ઠી, ભારત માટે કરી માંગ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 44 સાંસદો તરફથી ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીને અમેરિકાના બંને સદનોના સાંસદો તરફથી લખ્યું છે. ચિઠ્ઠીમાં સાંસદોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને અનુરોધ કર્યો છે કે અમેરિકા અને ભારત વચ્ચે થનાર સંભવિત વ્યાપાર ડીલના ભાગના રૂપમાં મહત્વનું જનરલાઈઝ્ડ સિસ્ટમ પ્રેફરેન્સ અથવા જીએસપી વ્યાપાર કાર્યક્રમ અંતર્ગત ભારતના મળેલ લાભદાયક વિકાસશીલ દેશનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે જૂન મહિનામાં જીએસપી અંતર્ગત લાભદાયક વિકાસશીલ દેશના રૂપમાં ભારતનો દરજ્જો ખતમ કરી દીધો હતો.

donald trump

જીએસપી, અમેરિકાનો સૌથી જૂનો અને સૌથી મોટો વ્યાપારિક પ્રાથમિકતા કાર્યક્રમ છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રૉબર્ટ લાઈટાઈજરને લખેલ પત્રમાં સંસદ સભ્યોએ ભલામણ કરી કે, 'અર્લી હારવેસ્ટ' વલણ અપનાવવાથી લાભ થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોમાં એવું કોઈ ક્ષેત્ર નથી, જ્યાં આગળની દિશામાં પ્રગતિ ન થઈ હોય અને બંને દેશના સંબંધ બહુ સારી સ્થિતિમાં છે. 22 સપ્ટેમ્બરે ટ્રમ્પ આ અમેરિકાના હ્યૂસ્ટનમાં થનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં હાજર રહેશે. હાઉડી મોદી નામથી થનાર આ કાર્યક્રમમાં પીએમ મોદી 50,000 ભારતીય-અમેરિકીઓને સંબોધિત કરશે. આ પહેલો એવો કાર્યક્રમ છે જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ હજારોની સંખ્યમાં આવેલ ભારતીય-અમેરિકનોની ભીડને સંબોધિત કરશે. પીએમ મોદી વર્ષ 2019માં ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર સત્તાવાર પ્રવાસ પર અમેરિકા જઈ રહ્યા છે. આ તેમની ત્રીજી મેગા ઈવેન્ટ હશે જે અમેરિકામાં આયોજીત થઈ રહી છે.

<strong>રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે</strong>રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે

English summary
44 US lawmakers wrote letter to President Donald Trump for india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X