16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના
16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના
હૉલીવુડની મશહૂર સિંગર રિહાનાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં રિહાનાએ ટ્વીટ કર્યું, અને આ ટ્વીટ આગની ગતિએ વાયરલ થઈ ગયું હતું. ખેડૂતો ધરણા પર બેઠા હતા ત્યાં સરકારે ઈન્ટરનેટ બંધ કરી દીધું હોવાના મામલાને લઈ મંગળવારે રિહાનાએ ટ્વીટ કરતા કહ્યું કે, 'આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યા?' રિહાનાના આ ટ્વીટ બાદ ખેડૂત આંદોલનને ગ્લોબલ સમર્થન મળવું શરૂ થઈ ગયું અને ગ્રેટા થનબર્ગ સહિત દુનિયાની કેટલીય વડી હસ્તીઓએ ટ્વીટ કરવા શરૂ કરી દીધાં. આવો જાણીએ કોણ છે રિહાના?

'ગુડ ગર્લ ગૉન બૈડ'થી મળી ઓળખ
માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનું મ્યૂઝિક કરિયર શરૂ કરનાર રિહાના હૉલીવુડની એક મશહૂર સિંગર અને એક્ટર છે. પોતાના કરિયરની શરૂઆતમાં જ રિહાનાને દિગ્ગજ મ્યૂજિક પ્રોડ્યૂસર ઈવાન રોજર્સ અને કર્લ સ્ટર્કન સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો. 2005માં રિહાનાનો પહેલો મ્યૂઝિક આલ્બમ મ્યૂજિક ઑફ ધી સન રિલીઝ થયો, પરંતુ તેમને ઈન્ડસ્ટ્રીમાં પોતાના આલ્બમ ગુડ ગર્લ ગોન બૈડથી અસલી ઓળખ મળી.

9 ગ્રેમી અવોર્ડ, 6 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
જે બાદ રિહાનાએ કેટલાય હિટ મ્યૂઝિક આલ્બમ આપ્યા, જેમાં 'રેટેડ આર', લાઉડ, ટૉક ધેટ ટૉક અને અનઅપોલોજેટિક સામેલ છે. તેમનો આલ્બમ અંબ્રેલા માટે રિહાનાને પહેલીવાર ગ્રેમી અવોર્ડ એનાયત થયો. 32 વર્ષની રિહાના પોતાના કરિયરમાં અત્યાર સુધી 9 ગ્રેમી અવોર્ડ, 13 અમેરિકન મ્યૂઝિક અવોર્ડ, 12 બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ અને 6 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જીતી ચૂકી છે.

સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ
લંડનના 02 એરેનામાં સોલો આર્ટિસ્ટ તરીકે 10 મ્યૂઝિક શો કરનાર રિહાના 4407 કરોડની સંપત્તિની માલકીન છે અને તેમને ફોર્બ્સે 2020ની સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ કરી હતી. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવવા ઉપરાંત રિહાનાએ 2012માં ફિલ્મ Battleship દ્વારા એક્ટિંગની દુનિયામાં પણ ડગલું માંડ્યું. જે બાદ રિહાનાએ લેરિયન ધી સિટી ઑફ અ થાઉસન્ડ પ્લાનેટ્સ અને ઓસિઅન્સ 8માં પણ કામ કર્યું.

ક્યારે ક્યારે ચર્ચામાં રહી રિહાના
ખેડૂત આંદોલન ઉપરાંત રિહાના અગાઉ પણ કેટલીયવાર વિરાટ મુદ્દાઓને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. વર્ષ 2016માં બિયૉન્સે, ક્રિસ રૉક અને જેનિફર હડસન જેવી 20 મોટી હસ્તીઓ સાથે રિહાનાએ અમેરિકામાં પોલીસની બર્બરતા વિરુદ્ધ પીએસએમાં ભાગ લીધો. પોલીસની બર્બરતા વિરુદ્ધ રિહાનાએ વેબસાઈટ મિક ડૉટ કૉમ પર 23 Ways You Could Be Killed if You Are Black in America ટાઈટલથી એક વીડિયો રિલીઝ કર્યો.

ઈન્સ્ટાગ્રામ પર 90.3 મિલિયન ફોલોઅર્સ
અમેરિકામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ વસ્તી વાળા દેશના યાત્રિઓ પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લીધો તે સમયે પણ રિહાનાએ ટ્રમ્પના ફેસલાનો વિરોધ કર્યો હતો. હાલમાં જ મ્યાનમારમાં થયેલ તખ્તા પલટને લઈને પણ રિહાના ટ્વીટ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનાર રિહાનાના 81 મિલિયનથી વધુ ફેસબુક ફેન્સ, 101 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ અને 90.3 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.

કોરોના રાહત ફંડમાં 2 મિલિયન ડોલર આપ્યા
મ્યૂઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત રિહાના પોતાની એનજીઓ Clara Lionel Foundation દ્વારા સામાજિક કાર્યોમાં પણ સામેલ રહે છે. માર્ચ 2020માં પોતાની એનજીઓ દ્વારા રિહાનાએ કોરોના વાયરસ રાહત ફંડ માટે 36 કરોડ રૂપિયા એકઠા કર્યા. સાથે જ અંગત રીતે પણ 2 મિલિયન ડૉલરની ધનરાશિ કોરોનાવાયરસ રાહત ફંડને દાન આપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
