કોરોના વાયરસઃ જાપાનની ક્રૂઝ શિપમાં 10 લોકોમાં સંક્રમણ મળ્યું, 3700 લોકોની તપાસ થઈ
ટોક્યોઃ ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી બુધવાર સુધી 490 લોકોના મોત થઈ ગયા છે. આ વાયરસે હોંગકોંગ અને થાઈલેન્ડના લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. જ્યારે હવે અહેવાલ મળી રહ્યો છે કે જાપાનની ક્રૂજ શિપમાં સવાર 10 લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવ્યું છે. આ લોકોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. આ ક્રૂઝ શિપમાં 3700 ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ સવાર હતા. શિપને યોકોહામા બંદરે જ છોડી દેવામા આવ્યા અને યાત્રિઓની તપાસ કરવામાં આવી. હવે જાપાનમાં કોરોના વાયરસના 33 મામલા નોંધાયા છે.

શિપમાં 10 લોકોમાં સંક્રમણ મળ્યું
આ લોકોનીએ તાવ અને ઉધરસની ફરિયાદ કરી હોય તેમની તપાસ કરવામાં આવી હતી. કેટલાય લોકોના રિપોર્ટ આવવા હજી પણ બાકી છે. હોંગકોંગમાં હોસ્પિટલના કર્મી માંગ કરી રહ્યા છે કે ચીન સાથે જોડાયેલી તેમની સીમાને બંધ કરી દેવામાં આવે. પરંતુ છતાં અહીં ચાર નવા મામલા સામે આવ્યા છે. જેનાથી બાકી લોકોમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. હોંગકોંગના આ કર્મી સીમાને બંધ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે, જેનાથી હોસ્પિટલમાં સેવા પ્રભાવિત થઈ રહી છે. આ હડતાળમાં મંગળવારે 7 હજાર લોકો સામેલ થયા હતા.

હડતાળ પર ઉતર્યા
શીર્ષ નેતા કૈરી લૈમે હડતાળની નિંદા કરી અને કહ્યું કે સરકાર પોતાના તરફથી તમામ પ્રયત્નો કરી રહી છે. લગભગ બધી જ જમીની અને સમુદ્રી સીમા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હડતાળ કરી રહેલા કર્મીઓ ઈચ્છે છે કે આ સીમા સપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે હડતાળથી મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. તેમણે જલદી જ હડતાળ ખતમ કરવાનો અનુરોધ કર્યો છે.

ચીનમાં 24324 લોકોમાં તેનું સંક્રમણ
જ્યારે ચીનના વુહાન શહેરને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા સહિત દુનિયાના બાકી દેશ પોતાના નાગરિકોને અહીંથી બહાર કાઢી રહ્યા છે. એક દિવસ પહેલા જ અહીં ખાલી વુહાનમાં જ 65 લોકોના મોત થયાં. જ્યારે 24324 લોકોમાં તેનું સંક્રમણ જોવા મળ્યું છે. ચીનની બહાર તેના 180 મામલા સામે આવ્યા છે. આ બીમારીથી હોંગકોંગમાં વધુ એક ફિલીપાઈન્સમાં એક શખ્સનું મોત થયું છે. ચીન વધુમાં વધુ લોકોનો ઈલાજ કરવા માટે નવા હોસ્પિટલ બનાવી રહ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનુ એલાન, પીએમ મોદીએ કરી ઘોષણા