For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ PMની અપીલ છતાં પણ ચાંદપુરના હિંદુ મંદિર પર હુમલો, પોલિસ અને ભીડની ઝડપમાં 5ના મોત

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. છતાં હુમલા થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઢાકાઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. સાથે જ તેમણે ગૃહમંત્રીના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ શેખ હસીનાના આ નિર્દેશ બાદ જ બાંગ્લાદેશના ચાંદપુરમાં એક હિંદુ મંદિર પર ભીડે હુમલો કરી દીધો. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ અખરા મંદિરમાં ભીડે હુમલો કરી દીધો. આ દરમિયાન પોલિસે હુમલાખોરો વચ્ચે ઝડપની ઘટનાઓ પણ જોવા મળી. આ હિંસામાં 5 લોકોના માર્યા ગયાના સમાચાર છે.

bangladesh

દુર્ગા પૂજા સમારંભના દિવસે પણ અહીં થઈ હતી હિંસા

હાજીગંજ પોલિસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ હારુનૂર રાશિદે જણાવ્યુ છે કે હિંસામાં ઘાયલ એક વ્યક્તિને આપણે સારા ઈલાજ માટે કોમિલા મેડિકલ હૉસ્પિટલમાંથી ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ(ડીએમસએચ)માં શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેનુ મોત થઈ ગયુ. ઘણા મીડિયા રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે ચાંદપુરના હાજીગંજ ઉપજિલ્લામાં દુર્ગા પૂજા સમારંભ દરમિયાન સાંપ્રદાયિક હિંસામાં અમુક લોકો માર્યા ગયા હતા જ્યારે પત્રકાર, પોલિસ અને સામાન્ય લોકો સહિત 60 અન્ય ઘાયલ થઈ ગયા હતા.

અત્યાર સુધી બાંગ્લાદેશના આ વિસ્તારોમાં થઈ છે હિંસા

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર નાનુઆર દિઘી તટ પર સ્થિત દુર્ગા પૂજા સ્થળે કથિત રીતે કુરાનના અપમાન બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધી બાંગ્લાદેશના ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપેનવાબગંજ અને મૌલવીબાજારના ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી ચૂકી છે.

શેખ હસીનાએ શું કહ્યુ હતુ?

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં થયેલી આ ઘટનાઓને લઈને પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ગૃહમંત્રી અસદુજ્જમાં ખાનને નિર્દેશ આપીને કહ્યુ કે વિશેષ ધર્મ પર હુમલો કરવા અને હિંસાને ભડકાવનારા સામે તત્કાલ કાર્યવાહી શરૂ કરવામાં આવે. સાથે જ સામાન્ય લોકોને પણ એ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તથ્યોની તપાસ વિના કોઈ પણ વસ્તુ પર ભરોસો ન કરો.

English summary
5 people killed in clashes between police and attacker in chandpur bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X