
અમેરિકાના શિકાગોમાં ગોળીબારમાં 5 ના મોત, 16 ઘાયલ
શિકાગોઃ અમેરિકામાં એક પછી એક સતત ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. એક વાર ફરીથી અમેરિકાના શિકાગોમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલિસના જણાવ્યા મુજબ આ સપ્તાબે શિકાગોમાં શૂટિંગની ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. સાઉથ એલ્બીમાં શનિવારે રાતે લગભગ 12.19 વાગે એક 37 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મહિલા રાતે ગાડીમાં મુસાફરી કરી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેને ગોળી મારી દીધી અને ભાગી ગયો.
વળી, શનિવારે બપોરે 2.27 કલાકે 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સાઉથ ઇન્ડિયાનામાં બની હતી જ્યારે એક યુવકને તેની કારમાં ગોળી વાગી હતી. યુવકને ઘણી વખત ગોળી મારવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વળી, શનિવારે રાત્રે 3.20 કલાકે 23 વર્ષના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના દક્ષિણ ડેમેનના 8600 બ્લૉકમાં બની હતી.
આ ઉપરાંત, 39 વર્ષીય વ્યક્તિને તેના ડાબા પગમાં ગોળી વાગી હતી. જો કે તેની હાલત સ્થિર છે. તે જ સમયે, અન્ય 24 વર્ષીય યુવકને ગોળી મારવાની ઘટના સામે આવી છે. તેને પણ ડાબા પગમાં ગોળી વાગી છે. ચોથા ઘાયલની ઉંમર 42 વર્ષ છે. તેને પણ ઘણી વખત ગોળી મારવામાં આવી છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ શુક્રવારે પહેલી મોટી ઘટના સાઉથ જસ્ટિનના 6800 બ્લૉકમાં બની હતી જ્યાં એક 25 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પીડિત પર ઘણા રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી. શુક્રવારે રાત્રે 11.05 કલાકે 400 બ્લાડમાં પણ ફાયરિંગની ઘટના પણ સામે આવી હતી જેમાં 26 વર્ષીય યુવકનું મોત થયુ હતુ.