અમેરિકન સર્વેમાં મોદીની બોલબાલા, BJP ને 63 ટકા વોટ

Posted By:
Subscribe to Oneindia News

વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: અમેરિકામાં કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં લગભગ 63 ટકા ભારતીય મતદારો વિપક્ષી દળ ભાજપના પક્ષમાં છે જ્યારે 20 ટકાથી પણ ઓછા લોકો સત્તારૂઢ કોંગ્રેસના પક્ષમાં છે.

પીઇડબ્લ્યૂ રિસર્ચે કહ્યું હતું કે 'ભારતીય સંસદીય ચૂંટણીને થોડા અઠવાડિયા બાકી છે. કોંગ્રેસના વિપરીત લગભગ 63 ટકા મતદારો હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી વિપક્ષી દળ ભાજપને આગામે સરકારની કમાન સોંપવા માંગે છે.' જો કે આ સર્વેમાં એમ કહેવામાં આવ્યું છે કે 63 ટકા મતદારો ભાજપના પક્ષમાં અને 19 ટકા કોંગ્રેસના પક્ષમાં છે પરંતુ બંને પાર્ટીઓને મળનારી સીટો વિશે કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ તેમાં એટલું જરૂરી કહેવામાં આવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી કરતાં વધુ લોકપ્રિય છે.

modi-rahul

સર્વે 7 ડિસેમ્બર 2013 થી 12 જાન્યુઆરી 2014 વચ્ચે કરવામાં આવ્યો છે અને તેમાં વિભિન્ન્ન રાજ્યોમાં જઇને 2464 વયસ્ક લોકો સાથે મુલાકાત કરવામાં આવી હતી.

સર્વે અનુસાર ફક્ત 29 ટકા ભારતીય દેશની આજની સ્થિતી વિશે સંતુષ્ટ છે જ્યારે 70 ટકા લોકો અસંતોષ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 63 ટકા લોકો ઇચ્છે છે કે ભાજપ આગામી સરકારનું નેતૃત્વ કરે જ્યારે ફક્ત 19 ટકા લોકો કોંગ્રેસને પોતાની પસંદગી ગણાવી હતી. અન્ય દળોને ફક્ત 12 ટકા જનસમર્થન પ્રાપ્ત કર્યું છે. ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં 64 ટકા અને શહેરી વિસ્તારોમાં 60 ટકા સમર્થન પ્રાપ્ત કર્યું છે.

English summary
More than 60 per cent of Indian voters favour the BJP in the general election, due by May, while less than 20 per cent back the ruling Congress, a major American survey released yesterday said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.