લીબિયામાં અપહરણ કરાયેલ 7 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા

લીબિયામાં 7 ભારતીય નાગરિકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ જેમને હવે મુક્ત કરી દેવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ લીબિયામાં 7 ભારતીય નાગરિકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ જેમને હવે મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ બધા ભારતીય નાગરિકોનુ થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદથી ભારતીય દૂતાવાસ આ લોકોને મુક્ત કરાવવાની સતત કોશશ કરી રહ્યુ હતુ અને છેવટે આજે તેમને મુક્ત કરાવી લેવાયા છે. બધા 7 ભારતીયોના મુક્ત થવાની માહિતી ટ્યનીશિયામાં ભારતના રાજદૂતે રવિવારે આપી. આ બધા સાત ભારતીય આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેમને 14 સપ્ટેમ્બરે કિડનેપ કરી લેવામાં આવ્યો હતો.

libya

ટ્યુનીશિયામાં ભારતીય રાજદૂત પુનીત રૉય કુંડળ બધા 7 અપહ્રત ભારતીયોના મુક્ત થવાની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે લીબિયામાં દૂતાવાસ નથી પરંતુ ટ્યુનીશિયામાં ભારતીય મિશન લીબિયામાં રહેતા ભારતીયોની દેખરેખ કરે છે. ગુરુવારે ભારતે આ અંગે પુષ્ટિ કરી હતી કે સાત ભારતીય નાગરિકનુ ગયા સપ્તાહે અપહરણ કરવામાં આવ્યુ હતુ, અમે તેમને મુક્ત કરાવવાની કોશિશ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે બધા અપહ્રત કરાયેલ ભારતીયો સુરક્ષિત છે અને ટ્યુનીશિયામાં ભારતીય મિશન લીબિયા સરકારના સંપર્કમાં છે અને બધા લોકોને મુક્ત કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X