7 ડરામણી અને વિચિત્ર જગ્યાઓ જે 'પર્યટન સ્થળ' છે

મટર મ્યૂઝિયમ ઑફ મેડિકલ હિસ્ટ્રી, ફિલાડેલ્ફિયા, અમેરિકા
અમેરિકાના ફિલાડેલ્ફિયાના મટર મ્યૂઝિયમ ઑફ મેડિકલ હિસ્ટ્રી જૂના ચિકિત્સકીય સંસાધનોનો પટારો છે. અહીંયા જૂના ઉપકરણો રાખવામાં આવ્યાં છે. પરંતુ સૌથી ડરામણી વાત એ છે કે અહીંયા માનવીઓની ખોપડીઓનો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો છે. લોકો તેને જોવા માટે અહીં આવે છે.
સોનોરા ચૂડેલ માર્કેટ, મેક્સિકો સીટી, મેક્સિકો
મેક્સિકોની રાજધાનીનું સોનારા માર્કેટ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંયા તંત્ર મંત્ર અને જાદૂ ટોણાની દરેક પ્રકારની સામગ્રી મળે છે. વિદેશી પ્રવાસીઓ અહીં સિન સપાટા નાખવા માટે આવે છે તો સ્થાનિક લોકો સાપનું લોહી તથા સુકવેલા હર્મિંગબર્ડને ખરીદવા માટે આવે છે. જેને સારા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે.
ઇસ્ટર દ્રીપ, ચિલી
આને દૂરથી જુઓ કે નજીકથી પરંતુ ચોક્કસ થોડો ડર મનમાં ઉત્પન્ન થાય છે. ઇસ્ટર દ્રીપ દુનિયાની સૌથી રહસ્યમય જગ્યામાંની એક છે. અહીં પ્રવાસીઓ હરવા ફરવા માટે આવે છે.
વિચેંસ્ટ હાઉસ, કેલિફોર્નિયા, અમેરિકા
અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત આ ઘર ભૂત બંગલા તરીકે ઓળખવામાં આવે છે. 160 રૂમવાળો મહેલ પર્યટકોને આકર્ષિત કરે છે. જેમને ભૂત પ્રેતમાં વિશ્વાસ છે અને જેમને ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી તેમને પણ આ જગ્યા આકર્ષિત કરે છે. માનવામાં આવે છે કે અહીં સારા નામની છોકરીની આત્મા ભટકે છે.
કરણીમાતાનું મંદિર, દેશનોક, ભારત
રાજસ્થાનના દેશનોક ગામનું કરણીમાતાનું મંદિર પર્યટકોને આકર્ષિત કરે છે. સહેલાણીઓનું આ મંદિર પ્રત્યે આકર્ષણ હોવાનું કારણ મંદિરનું સ્થાપત્ય કે ધાર્મિક કારણ નથી પરંતુ અહીં જોવા મળતા ઉંદરોના જુંડ છે. કરણીમાતાના મંદિરમાં સેંકડોની સંખ્યામાં ઉંદરો જોવા મળે છે. અને તે પર્યટકોને આકર્ષે છે.
મેરી કિન, એડિનબર્ગ, બ્રિટેન
આ જગ્યા તે છે જેની ગલીઓ ભૂતકાળની ભયાનક સચ્ચાઇને ઉજાગર કરે છે. એક સમયે પ્લેગનો શિકાર બનેલા લોકોને રસ્તા પર રઝળતા મૂકી દેવામાં આવ્યાં હતા અને તે તડપી તડપીને મૃત્યું પામ્યા હતા. આ સ્થળ પર સહેલાણીઓની ભારે ભીડ જામે છે, જે પરામાનવ શક્તિઓની શોધ કરે છે.
શેર્નોબિલ, યૂક્રેન
1986, જ્યારે શેર્નોબિલના પરમાણુ સયંત્રમાં થયેલી દુર્ઘટનામાં હજારો લોકો મૃત્યું પામ્યાં હતા. આસપાસનો આખો વિસ્તાર તહસ નહસ થઇ ગયો હતો. આજે આ જગ્યા પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. લોકો અહીં આવીને તે ભયાનક ત્રાસદીને યાદ કરે છે.












Click it and Unblock the Notifications
