''8 વર્ષના બાળકે 61 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન''

લગ્ન બાદ મૈસિલેલાએ દાવો કર્યો છે કે તેના પૂર્વજોએ આ લગ્ન કરવા માટે કહ્યું હતું. જો કે આ લગ્ન બાદ વર અને કન્યા એકબીજા સાથે રહેશે નહી અને લગ્નનું પ્રમાણપત્ર પણ લીધું નથી. વરપક્ષના પરિવારજનોનું કહેવું છે કે આ લગ્ન ફક્ત એક પરંપરા માટે કરવામાં આવ્યા છે આનો કાનૂની આધાર નથી.
મૈસિલેલાનું કહેવું છે કે તે હેલેન સાથે લગ્ન કર્યા બાદ ઘણો ખુશ છે પરંતુ મોટો થયા બાદ તે ફરી એકવાર પોતાની ઉંમરની કોઇ છોકરી સાથે લગ્ન કરશે. મૈસિલેલાની 46 વર્ષીય માતા પૈશેંસે જણાવ્યું હતું કે આ મૈસિલેલાના દાદાની અંતિમ ઇચ્છા હતી કે તે પોતાના મોત પહેલાં પોતાના પૌત્રને વરરાજા બનતાં જોવા માંગે છે.
કન્યા હેલેને પણ પોતાના સાસુ-સસરાના સુરમાં સુર મિલાવતાં કહે છે કે તેમને આ લગ્નથી તેમના પૂર્વજોને ખુશ કર્યા છે અને જો તેમને આમ કર્યું ન હોત તો તેમના પરિવાર સાથે કંઇકને કંઇક ખોટું થાત.
ફોટો: ડેઇલી મેલ












Click it and Unblock the Notifications
