80 ટકા લોકો તેમની જોબથી કંટાળી ગયા હોય છે

વીડિયો લર્નિંગ વેબસાઈટ લર્નક્લિકી ડોટ કોમના સર્વેમાં સામેલ કરાયેલા દર 10માંથી લગભગ સાત જણે કબૂલ કર્યું છે કે તેઓ પૈસાને ખાતર હાલની કારકિર્દીમાં આવ્યા છે, પણ એમને આ નોકરી કરવી ગમતી નથી. અડધા ભાગના લોકોએ કહ્યું કે તેમનામાં નોકરીના કામકાજ ઉપરાંત અન્ય કાબેલિયત અને કેટલાક શોખ છે, જેનો તેઓ ઉપયોગ કરવા માગે છે.
સર્વેમાં 63 ટકા નોકરિયાતો તેમની હાલની કારકિર્દીથી એટલા બધા ડિપ્રેસ્ડ થયા હતા કે તેમને એમની કરતાં વધારે સારું કામકાજ કરતા અને સારી આવક મેળવતા પરિવારજનો કે મિત્રોની અદેખાઈ પણ થતી હતી.
સર્વેક્ષણમાં 66 ટકા લોકોએ કબૂલ કર્યું કે પગારની દ્રષ્ટિએ તેઓ હાલની નોકરીમાં ફસાઈ ગયા હોવાની, અસહાય થઈ ગયા હોવાની લાગણી અનુભવે છે, પણ પોતાની આવક પર એમના પરિવારજનો એટલા બધા નિર્ભર છે કે નોકરી બદલવાની તેમને હિંમત થતી નથી.












Click it and Unblock the Notifications
