85 લોકોની પાસે છે દુનિયાની અડધી સંપતિ, ઑક્સફેમના રિપોર્ટમાં ખુલાસો
દાવોસ, 31 જાન્યુઆરી: એ સાંભળીને અજબ લાગશે પરંતુ તે સત્ય છે. માત્ર 85 શ્રીમંતો લોકો પાસે દુનિયાની કૂલ વસ્તીનું અડધુ નાણું છે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં વિકાસ સંગઠન ઑક્સફેમે જારી કરી છે. તેનું શીર્ષક છે 'વર્કિંગ ફોર ધ ફ્યૂ' અને તેને અત્રે યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પહેલા તૈયાર કરાવવામાં આવ્યું છે. તેમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં વધી રહેલી અસમાનતાના પ્રભાવ પર વિસ્તારથી લખવામાં આવ્યું છે.
ઑક્સફેમનું કહેવું છે કે સમૃદ્ધ લોકોએ લોકતંત્રને નબળુ કર્યું છે અને એક એવી દુનિયા ઊભી કરી છે, જેમાં 85 લોકોની પાસે દુનિયાની અડધી સંપતિ છે. તેના કહેવા પ્રમાણે 1970ના ઉત્તરાર્ધથી તે 29 દેશોમાં શ્રીમંતો માટે ટેક્સના દર ઘટવા લાગ્યો, જેના આંકડા પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ એ થયો કે ઘણા દેશોમાં શ્રીમંતો માત્ર અઢળક રૂપિયા નથી કમાઇ રહ્યા પરંતુ એ હીસાબે તેઓ કર પણ નથી ભરી રહ્યા.

રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દુનિયાના શ્રીમંત વ્યક્તિ અને કંપનીઓ ખરબો ડોલરના ટેક્સની ચોરી કરે છે. આ લોકોએ દુનિયાભરમાં ટેક્સ હેવન બનાવી રાખ્યું છે, જ્યાંથી આવા રૂપિયા છૂપાવવામાં આવે છે. ભારત અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં અત્રે અરબપતિઓની સંખ્યા દસ ગણી વધી ગઇ છે. અત્રે ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો, ગરીબો પર ઓછો ખર્ચ થયો.












Click it and Unblock the Notifications
