આજે 9/11 કરૂંતિકાની વરસી: નવેસરથી તપાસની માંગ
વૉશિંગ્ટન, 11 સપ્ટેમ્બર : આજથી 12 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર્સને વિમાનની મદદથી એટેક કરીને ધ્વસ્ત કરવાની આતંકવાદી ઘટનાની નવેસરથી તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
'9/11 પર પુનર્વિચાર' નામની પહેલના સમર્થકોનું કહેવું છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો પ્રથમ, બીજો અને ખાસ કરીને સાતમો ટાવર તોડી પાડવા અંગેની તપાસના કારણો અંગે સરકારી તપાસના તારણોં પર તેમને વિશ્વાસ નથી.

આ પહેલ એન્જીનીયર્સ એન્ડ આર્કિટેક્ચર ફોર ટ્રુથનામના સંગઠને શરૂ કરી છે. આ સંગઠનમાં અંદાજે 2000થી વધારે સભ્યો છે. પહેલા અને બીજા ટાવરને આતંકવાદીઓએ પ્લેન અથડાવીને ધ્વસ્ત કરી દીધા હતા. જ્યારે સાતમો ટાવર પ્રથમ બે ટાવરના ધ્વસ્ત થયાના પાંચ કલાક બાદ ધ્વસ્ત થયો હતો.
આ બાબતને ધ્યાનમાં લઇને વર્તમાન દિવસોમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે આ સમગ્ર ઘટનાની નવેસરથી તપાસ કરવાની માંગણી તરતી અરજીઓ જોવા મળી રહી છે. આ અરજી પર સાત હજારથી વધારે લોકોએ પોતાના હસ્તાક્ષર કર્યા છે. એન્જીનીયર્સ અને આર્કિટેક્ચર્સનું કહેવું છે કે સાતમા ટાવરની કોંક્રિટથી બનેલી 47 માળની ઇમારત એટલી મજબૂત હતી કે આટલી સરળતાથી તૂટી શકે એમ ન હતી.












Click it and Unblock the Notifications
