Myanmar Earthquake: ભૂકંપના ઝટકાથી ધ્રુજ્યુ મ્યાંનમાર, જાનાલનો કોઇ જ નુક્શાન નહી
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા . રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.4 માપવામાં આવી હતી. તે ભૂકંપ રાતના 10 વાગ્યે આવ્યો હતો. હાલમા જાનમાલના નુક્સાનના કોઇ જ સમાાચાર નથી. રાષ્ટ્રીય ભૂકપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોધવામાં આવ્યો હતો. વધારે જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

મ્યાનપારના યામૂનમાં છેલ્લા 22 જુનના રોજ ભૂકંપના બે મોટા ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 ની માપવામાં આવી હતી. આ દરમિયાન જાનમાલનુ કોઇ જ નુક્શાન નહોતુ થયુ. પરંતુ મહિલાઓ અને બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો .












Click it and Unblock the Notifications
