For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લુપ્ત થઈ ચૂકેલા 6 દુર્લભ સૂર્ય મંદિરો વિશે જાણવા મળ્યુ, મિસ્ત્રના રણમાં થતી હતી દેવતાઓની પૂજા?

પુરાતત્વવિદોને દુર્લભ અને પ્રાચીન સૂર્યમંદિર મળ્યા છે જેને જોઈને પુરાતત્વવિદો ચોંકી ગયા છે અને હવે એ વાતની શોધ કરી રહ્યા છે કે શું એ વખતે મિસ્ત્રના રણમાં પૂજા અર્ચના થતી હતી?

|
Google Oneindia Gujarati News

કાહિરાઃ પિરામિડો માટે પ્રસિદ્ધ મિસ્ત્રમાં એવી દુર્લભ વસ્તુઓ પુરાત્વવિદોને મળતી રહે છે જે આશ્ચર્યજનક હોય છે અને જેના પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. પિરામિડોથી લઈને પિરામિડોની અંદરથી મળતી વસ્તુઓને જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય છે કે એ વખતના વાસ્તુ શિલ્પથી લઈને એ વખતની ટેકનોલૉજી કેવી હશે. મિસ્ત્રમાં આ વખતે ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને દુર્લભ અને પ્રાચીન સૂર્યમંદિર મળ્યા છે જેને જોઈને પુરાતત્વવિદો ચોંકી ગયા છે અને હવે એ વાતની શોધ કરી રહ્યા છે કે શું એ વખતે મિસ્ત્રના રણમાં પૂજા અર્ચના થતી હતી?

રણમાં મળ્યુ દુર્લભ સૂર્ય મંદિર

રણમાં મળ્યુ દુર્લભ સૂર્ય મંદિર

મિસ્ત્રમાં પુરાતત્વવિદોને એ વાતના પ્રમાણ મળ્યા છે કે તે એક દુર્લભ પ્રાચીન સૂર્ય મંદિરનુ ખોદકામ કરી રહ્યા છે જે અત્યાર સુધીનુ ત્રીજુ અને 50 વર્ષોમાં પહેલુ ખુલ્લુ સૂર્ય મંદિર છે. પુરાતત્વવિદોને જાણવા મળ્યુ છે કે આ સૂર્ય મંદિરો ફિરોન રાજવંશ દરમિયાન એ વખતે બનાવવામાં આવ્યા હતા જ્યારે તે ખુદ જીવિત હતા. ફિરોન સામ્રાજ્યમાં શાસકોને જ ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હતો અને તેમના જીવતા જ મંદિરોનુ નિર્માણ કરવામાં આવતુ હતુ. આ સાથે જ મોત થવા પર શાસકોને પિરામિડમાં રાખી દેવામાં આવતા હતા જે એ સુનિશ્ચિત કરતા હતા કે મોત બાદ પણ તે જીવિત છે.

6 મંદિરોનુ થયુ હતુ નિર્માણ

6 મંદિરોનુ થયુ હતુ નિર્માણ

એવુ માનવામાં આવે છે કે છ મંદિરોનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ અને અત્યાર સુધી માત્ર બે મંદિરો વિશે જ જાણવા મળ્યુ હતુ પરંતુ હવે પુરાતત્વવિદોએ મિસ્ત્રના પુરાતત્વ વિસ્તાર અબુસીરની ઉત્તરમાં અબૂ ગોરાબમાં જ્ઞાત સૂર્ય મંદિરોમાંથી એકના અવશેષોની નીચે ખોદકામ કરવા પર ત્રીજા સૂર્ય મંદિરની શોધ કરવામાં આવી છે અને આ સૂર્ય મંદિર ખુલ્લુ થયુ છે જે પહેલા બંનેથી અલગ છે. સૌથી ખાસ વાત એ છે કે આ સૂર્ય મંદિરને નુસેરોના પત્થરોથી ઢાંકી દેવામાં આવ્યુ હતુ જેથી સૂર્ય મંદિર વિશે કોઈને ખબર ન પડે.

4600 વર્ષ પહેલા થયુ હતુ નિર્માણ

4600 વર્ષ પહેલા થયુ હતુ નિર્માણ

પુરાતત્વવિદોને એ વાતના પ્રમાણ મળ્યા છે કે ઈશા પૂર્વ 2500 વર્ષ પહેલા એટલે કે આજથી લગભગ 4600 વર્ષ પહેલા આ મંદિરોનુ નિર્માણ કરાવવામાં આવ્યુ હતુ. ઈતિહાસકારોનુ કહેવુ છે કે એ વખતે ફિરોને લગભગ 24થી 35 વર્ષો સુધી શાસન કર્યુ હતુ અને તેમને રાજવંશના પાંચમાં શાસક માનવામાં આવે છે. આ સૂર્ય મંદિરને ઈંટોથી બનાવવામાં આવ્યા હતા જેનાથી જાણવા મળે છે કે વધુ એક ઈમારત ત્યાં હાજર હતી. વારસામાં સાયન્સ એકેડમીાં ઈજિપ્ટોલૉજીના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. માસિમિલિયાનો નુજોલોએ 'ધ ટેલીગ્રાફ'ને જણાવ્યુ કે, 'અમે જાણતા હતા કે નુસેરેના પત્થરના મંદિરની નીચે કંઈક હતુ, જેને હવે શોધી લેવામાં આવ્યુ છે.'

લુપ્ત સૂર્ય મંદિરોનુ રહસ્ય

લુપ્ત સૂર્ય મંદિરોનુ રહસ્ય

સાયન્સ એકેડેમીમાં ઈજિપ્ટોલૉજીના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. માલિમિલયાનો નુજોલોએ કહ્યુ કે, 'પ્રવેશ દ્વાર ઘણો વધુ વિશાળ છે અને આ એક નવી ઈમારત તરફ ઈશારો કરતો જોવા મળે છે જેનાથી અંદાજ લાગે છે કે શું ત્યાં વધુ એક લુપ્ત સૂર્યનુ મંદિર છે જેના ઉપર ઈમારત બનાવીને તેને ઢાંકી દેવામાં આવ્યુ છે? જ્યારે વધુ કાટમાળ હટાવવામાં આવ્યો તો પુરાતત્વવિદોને એક-બે ફૂટના સફેદ ચૂનાના પત્થરના સ્તંભના આધાર દેખાયા. આ સાથે જ ત્યાં માટીના મોટા જાર પણ મળ્યા છે જેના આધારે શોધકર્તાઓનુ કહેવુ છે કે સૂર્ય મંદિરથી જે વસ્તુઓ મળી છે તેનાથી જાણવા મળે છે કે આ સૌથી પવિત્ર સ્થળોમાંથી એક હતુ અને અહીં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવતા હતા.'

મિસ્ત્રના પાંચમાં રાજવંશને જાણો

મિસ્ત્રના પાંચમાં રાજવંશને જાણો

ઈતિહાસકારોનુ કહેવુ છે કે મિસ્ત્રના પાંચમાં રાજવંશના ફિરોને આજથી લગભગ 4600 વર્ષ પહેલા એટલે કે ઈશાપૂર્વ 2500 વર્ષ પહેલા રાજ કર્યુ હતુ અને મિસ્ત્ર પર આ રાજવંશનુ શાસન લગભગ 150 વર્ષો સુધી રહ્યુ. આ સમય દરમિયાન રાજાઓના ઉત્તરાધિકાર નિશ્ચિત નથી કારણકે અમુક લોકો વિશે વિરોધાબાસી પુરાવા મળ્યા છે પરંતુ આ રાજવંશ સૂર્ય મંદિરો સહિત અલગ-અલગ મંદિરો બનાવવા સહિત ઘણી ઉપલબ્ધિઓ માટે જાણીતા છે. એવુ માનવામાં આવે છે કે આ રાજવંશના દરેક શાસકે પોતાના શાસનકાળમાં એક મંદિરનુ નિર્માણ કરાવ્યુ અને અંતિમ બે શાસકોએ બે મંદિરોનુ નિર્માણ કરાવ્યુ.

'પિરામિડ ગ્રંથ'માં છે ઉલ્લેખ

'પિરામિડ ગ્રંથ'માં છે ઉલ્લેખ

મિસ્ત્રના ઈતિહાસ વિશે લખવામાં આવેલ સૌથી વિશ્વસનીય પુસ્તક પિરામિડ ગ્રંથમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રાચીન મિસ્ત્રમાં ધાર્મિક ગ્રંથોને ઘણુ મહત્વ આપવામાં આવ્યુ હતુ અને ઘણા વધુ ધાર્મિક અનુષ્ઠાન થતા હતા. આ રાજવંશના અંતિમ શાસકનુ નામ ઉનાસ હતુ અને પછી આ રાજવંશનુ પતન થઈ ગયુ હતુ. ઈતિહાસકારોનુ કહેવુ છે કે ફિરોન રાજવંશ દરમિયાન મોટા અધિકારીઓની સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો અને શાસનકાર્ય માત્ર શાહી પરિવાર સુધી સીમિત નહોતુ પરંતુ શાસન ચલાવવામાં અધિકારીઓની મદદ લેવામાં આવતી હતી.

મંદિરોને માનવામાં આવ્યા છે દુર્લભ

મંદિરોને માનવામાં આવ્યા છે દુર્લભ

ઈતિહાસકારો અને શિક્ષણવિદોનુ માનવુ છે કે જ્યારે નવી શોધવામાં આવેલી વાસ્તુકલાને પહેલા શોધવામાં આવેલી વાસ્તુકલાઓ સાથે જોડવામાં આવે છે ત્યારે એ વાતના સ્પષ્ટ પુરાવા મળ્યા છે કે તે સૂર્ય મંદિર અતિ પ્રાચીન હોવા સાથે-સાથે અત્યંત દુર્લભ પણ છે. વળી, ડૉ. નુજોલોએ કહ્યુ, 'મારી પાસે હવે ઘણા પુરાવા છે કે અમે અહીં ખોદકામ કરી રહ્યા છે તે લુપ્ત થયેલા સૂર્યમંદિરોમાંના એક છે.' પુરાતત્વવિદોનુ કહેવુ છે કે એ વાતના પ્રમાણ મળી રહ્યા છે કે આ ફિરોન રાજવંશના પાંચમાં શાસક હતા અને તેણે આ સૂર્ય મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ. આ મંદિર સૌથી શક્તિશાળી દેવતા સૂર્યની પૂજા-આરાધના માટે બનાવડાવ્યા હતા જેના દરેક સ્તંભ સાથે એક મોટુ આંગણુ જોડાયેલુ હતુ,જે સૂર્યના પૂર્વ-પશ્ચિમ અક્ષ સાથે રેખિત હતુ. આ સૂર્ય મંદિરમાંથી નીકળતો રસ્તો ઝીલ નદી તરફ બનેલો હતો.

કોણ હતા રાજા ફિરોન?

કોણ હતા રાજા ફિરોન?

તમને જણાવી દઈએ કે ફિરોનને મિસ્ત્રના સૌથી પ્રસિદ્ધ અને સૌથી વધુ શક્તિશાળી રાજા માનવામાં આવે છે અને ફિરોનના રહસ્ય આજે પણ વૈજ્ઞાનિકો માટે માથુ ચકરાવનારા હોય છે. ફિરોનની મમી આજે પણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યુ છે અને એક વાર સિટી સ્કેન કરવા પર વૈજ્ઞાનિકોને ફિરોનના શરીરમાં અમુક ઘા હોવાના નિશાન મળ્યા હતા જેનાથી અંદાજો લગાવવામાં આવ્યો હતો કે ઘાના કારણે જ તેનુ મોત થયુ હશે. એવુ અનુમાન લગાવવામાં આવે છે કે વિદેશી આક્રમણકારી હક્સોસ રાજવંશ સાથે લડાઈ દરમિયાન ફિરોનને પકડી લેવામાં આવ્યો હતો અને પછી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

હજુ પણ હાજર છે ફિરોનનુ મમી

હજુ પણ હાજર છે ફિરોનનુ મમી

સ્કેનમાં તેના માથામાં ઈજાના નિશાન મળ્યા હતા. મોત થયા બાદ ફિરોનના શબને મમી બનાવીને થેબ્ઝમાં નેક્રોપોલિસમાં દફન કરી દેવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે 1881માં ફિરોનના મમીની શોધ કરવામાં આવી હતી સ્કેનિંગ દરમિયાન જાણવા મળ્યુ કે મરતી વખતે ફિરોનના હાથ તેની પીઠની પાછળ બાંધેલા હતા અને ઘણા લોકોએ મળીને તેની હત્યા કરી હશે.

English summary
A 4600 year old missing Sun Temple built during the reign of the Pharaohs has been found in the Egyptian desert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X