પીળા સમુદ્રમાં ચીનની સબમરીન ભયાનક અકસ્માતનો શિકાર બની, 55 ચીની સૈનિકોના મોત

અન્ય દેશોની સરહદો પર નજર બગાડનારા ચીનને હાલમાં જ જોરદાર સબક મળ્યુ છે. અહેવાલો અનુસાર, પીળા સમુદ્રમાં ચીની સબમરીન અકસ્માતનો ભાગ બનતા 55 સૈનિકોના મોત થાય છે.

યુકેના એક ખાનગી અહેવાલ અનુસાર, સબમરીનની ઓક્સિજન સિસ્ટમમાં દુર્ઘટનાને કારણે ક્રૂ મેમ્બર્સના મોત થયા છે.

China Navy

અહેવાલો અનુસાર, ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે ઝેરી ગેસ લીક ​​થયો અને તેનાથી ઓછામાં ઓછા 55 ક્રૂ મેમ્બર અને સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે.

યુકેના ગુપ્ત અહેવાલ અનુસાર, મૃતકોમાં ચીનની પીએલએ નેવી સબમરીન 093-417ના કેપ્ટન કર્નલ ઝાઉ યોંગ-પેંગ અને અન્ય 21 સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ અનુસાર, મૃત્યુનું કારણ સબમરીનમાં સિસ્ટમની ખામીને કારણે થયેલ હાયપોક્સિયા હોવાનું જણાય છે. સબમરીન સાથે ચીનની નૌકાદળ દ્વારા અમેરિકન અને સહયોગી સબમરીનને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતું ચેન અને એન્કર બેરિયરને અથડાયું હતું. આ અથડામણને કારણે સબમરીનની સિસ્ટમ ખરાબ થઈ ગઈ.

આ પછી તેને રિપેર કરવામાં છ કલાક લાગ્યા. પરંતુ આ સમય દરમિયાન ઓક્સિજન સિસ્ટમ નિષ્ફળ ગઈ અને પરિણામે ઝેરી ગેસને કારણે 55 સૈનિકોના મોત થયા.

લોકો માટે ઉપલબ્ધ જાણકારમીમાં ચીની સબમરીનના શંકાસ્પદ નુકસાનની કોઈ સ્વતંત્ર પુષ્ટિ નથી. ચીને આ ઘટના અંગેની અટકળોને સંપૂર્ણપણે ખોટી ગણાવીને ફગાવી દીધી છે.

અહેવાલ અનુસાર, ચીનની ટાઈપ 093 સબમરીન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ 351 ફૂટ લાંબી ન્યુક્લિયર સબમરીન ટોર્પિડોથી સજ્જ છે.

ટાઇપ 093 સબમરીન ચીનની કેટલીક નવી નૌકાદળ સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેમના ઓછા અવાજ ઉત્સર્જન દ્વારા અલગ પડે છે. આ ઘટના ચીનના શાનડોંગ પ્રાંતની નજીકના પાણીમાં બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X