OMG! સપનાએ રિયલ લાઇફમાં બનાવી દિધો વેટરને કરોડપતિ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    dream-3
    યોર્ક, 15 જુલાઇ: સપના તો સપના હોય છે. બંધ આંખોમાં જુઓ અને સવારે ઉઠતાં જ તેનો કોઇ અર્થ રહેતો નથી. પરંતુ જો ક્યારેક આ સપના તમને કરોડપતિ બનાવી દે તો તમે શું કહેશો. જી હાં. એવું જ કંઇક થયું છે ઇગ્લેંડના યોર્ક શહેરમાં, જ્યાં એક સપના વડે એક વેટરની કિસ્મત ચમકી ઉઠી અને તે આજે કરોડોનો માલિક બની ગયો.

    યોર્કમાં એક તુર્કી રેસ્ટોરન્ટના માલિક હાયાતિએ પોતાના રેસ્ટોરન્ટના વેટરની જીદ પર લડી ડ્રોમાં પોતાની કિસ્મત અજમાવ્યું અને લોકોના આશ્વર્યની સીમા ન રહી જ્યારે તેના નંબર પર એક મિલિયન પાઉન્ડનું ઇનામ નિકળ્યું. પરંતુ લકી ડ્રો જીતવાની ખુશી હાયાતિએ થોડીવાર જ મનાવી, કારણ કે વેટરે ઇનામની રાશિમાં અડધો ભાગ માંગી લીધો. વેટરનું કહેવું હતું કે તેને સપનામાં પહેલાં જ જોઇ લીધું હતું કે આ ઇનામ તેમને મળવાનું છે અને તે જીદના લીધે રેસ્ટોરન્ટ માલિકે લકી ડ્રોની ટિકીટ ખરીદી હતી.

    વેટરની આ માંગ પર રેસ્ટોરન્ટના માલિકે વિરોધ વ્યક્ત કર્યો. તેમના અનુસાર ટિકીટના પૈસા તેમણે આપ્યા હતા, સાથે જ ટિકીટનો નંબર પણ તેમણે જ પસંદ કર્યો હતો. જો કે આ પૈસા પર ફક્ત તેમનો જ હક છે.

    આ કેસ પછી કોર્ટ સુધી આવી ગયો અને અંતે જજે રેસ્ટોરન્ટના માલિકના નિર્ણયને સંભળાવ્યો કે તેમને ઇનામની અડધી રકમ એટલે કે લગભગ પાંચ કરોડ વેટરને આપવી પડશે. જજના અનુસાર આ વેટરના સપનું અને ઉશ્કેરામણીનું પરિણામ હતું કે હાયાતિએ તે ટિકીટ ખરીદી હતી. એટલા માટે ઇનામની રકમ પર બંનેનો બરાબરનો હક છે.

    જો કે આ વાંચીને તમે પણ હવે સપનાની દુનિયામાં જવા માંગતા હશો. ક્યાંક સપનાના લીધે તમે પણ કરોડપતિ બની જાવ.

    English summary
    A restaurant owner who scooped a million pound jackpot on the lottery has been forced to share half the cash with one of his staff after a judge ruled that the waiter had dreamt about the win the night before.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more