માલદીવની રાજધાની માલેમાં લાગી ભિષણ આગ, 9 ભારતીય સહિત 10 લોકોના મોત

માલદીવની રાજધાની માલેમાં વિદેશી મજૂરોના ગીચ આવાસમાં આગ લાગવાની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ 10 લોકોમાં 9 ભારતીયો છે. આ સાથે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

માલદીવની રાજધાની માલેમાં વિદેશી મજૂરોના ગીચ આવાસમાં આગ લાગવાની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ 10 લોકોમાં 9 ભારતીયો છે. આ સાથે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગમાં નુકસાન પામેલી ઇમારતના ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ અંગે માલદીવમાં આવેલા ભારતીય દુતાવાસ દ્વારા શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

અગ્નિશાકમ દળો ઘટનાસ્થળે પહોંચ્યા

અગ્નિશાકમ દળો ઘટનાસ્થળે પહોંચ્યા

આ અંગે મળતી માહિતી મુજબ, આગ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત વાહન રિપેર ગેરેજમાંથી શરૂ થઈ હતી. ફાયર સર્વિસના એક અધિકારી દ્વારા દસ મૃતદેહો બહાર કાઢ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. આ આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

10 માંથી 9 મૃતક ભારતીય

આ આગ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. આગમાં નાશ પામેલી ઇમારતના ઉપરના માળેથી બચાવ દળોએ 10 મૃતદેહો બહાર કાઢ્યા છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન રિપેરિંગ ગેરેજમાં લાગી હતી.

જે બાદ આગ ઘણી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. આ અંગે AFP ન્યૂઝ એજન્સીએ આપેલા અહેવાલ અનુસાર ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, તેમને 10 મૃતદેહોમળ્યા છે. આ આગ પર કાબૂ મેળવવામાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક

ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક

બીજી તરફ માલદીવમાં ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશને સત્તાવાર ટ્વીટરઅકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે, માલેમાં લાગેલી દુ:ખદ આગની ઘટનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના જીવ ગયા છે.

માલદીવના સત્તાવાળાઓ સાથે ભારતીય દૂતાવાસ નજીકના સંપર્કમાં છે. કોઈપણ સહાયતા માટે, HCIનો સંપર્ક કરી શકાય છે : +9607361452; +9607790701

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X