For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરિસના મીડિયા હાઉસમાં આતંકી હુમલો, સંપાદક સહિત 12ના મોત

|
Google Oneindia Gujarati News

પેરિસ, 7 જાન્યુઆરી: પેરિસમાં મેગઝીન ચાર્લી હેબ્દોના કાર્યાલયમાં એક શખ્શે અંધાધુંધ ફાયરિંગ કર્યું. જેમાં 12 લોકોના માર્યા જવાના સમાચાર છે, હુમલામાં મેગઝીનના સંપાદકનું પણ મોત થયું છે. આ ફાયરિંગ બાદ પોલીસે આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે, સાથે જ તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઘટના સ્થળે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ હોલાંદ આવી ગયા હતા અને તેમણે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો અને ટેરર એલર્ટ જારી કરી દીધું છે.

paris
મોહમ્મદ સાહેબની વિરુદ્ધ કાર્ટૂન બનાવવાના કારણે થઇ ઘટના
નોંધનીય છે કે આ મેગઝીનની ઓફીસમાં ત્રણ વર્ષ પહેલા આગ લગાવી દેવામાં આવી હતી. મેગેઝીને મોહમ્મદ સાહેબની વિરુદ્ધ એક કાર્ટૂન બનાવ્યું હતું, ત્યારબાદ આ મેગેઝીનના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.

પેરિસના મીડિયા કાર્યાલયમાં થયેલા હુમલાની નિંદા કરતા બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને જણાવ્યું કે આ સંકટના સમયમા બ્રિટેન ફ્રાંસની સાથે છીએ. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ રોકેટ લોંલર દ્વારા હુમલો કર્યો.

જ્યારે પેરિસના મીડિયા હાઉસમાં થયેલા હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિંદા કરી છે, અને જણાવ્યું કે તેમની સંવેદનાઓ તેમની સાથે છે.

બુકાનીધારી આતંકવાદીઓએ કર્યો હુમલો
કહેવામાં આવી રહ્યું છઠે કે મીડિયા કાર્યાલની અંદર બે બંધૂકધારી ઘુસ્યા અને તેમણે અંધાધુંધ ફાયરિંગ શરું કરી દીધું. એક પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે બે બુકાનીધારી રાયફલની સાથે ઇમારતમાં ઘુસ્યા અને થોડી જ વારમાં ગોળીઓનો અવાજ સંભળાવવા લાગ્યો. ત્યારબાદ લોકો ઇમારતમાંથી ભાગવા લાગ્યા. ફ્રાંસ પોલીસે આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. આ હુમલામાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે, જ્યારે પોલીસના બે જવાનો પણ ફાયરિંગમાં માર્યા ગયા છે.

મોહમ્મદ સાહેબના બદલાના લગાવ્યા નારા
હુમલો કરનારા આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપીને, એક કારમાં ભાગવામાં સફળ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આતંકવાદીઓએ મોહમ્મદ સાહેબના બદલાના સૂત્રોચ્ચાર કર્યા હતા.

English summary
A media house in Paris was gunfired by a man many killed,french President François Hollande arrives at crime scene.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X