For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથ કોરિયાના સિઓલમાં હેલોવીન પાર્ટીમાં નાસભાગ, 100 થી વધુ લોકો ઘાયલ!

દક્ષિણ કોરિયાના સિઓલથી એક દુખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિઓલમાં હેલોવિન પાર્ટીમાં નાસભાગ થઈ હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના 50 થી વધુ લોકોમે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હોવાના પણ સમાચાર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દક્ષિણ કોરિયાના સિઓલથી એક દુખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિઓલમાં હેલોવિન પાર્ટીમાં નાસભાગ થઈ હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના 50 થી વધુ લોકોમે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હોવાના પણ સમાચાર છે. મળતી માહિતી મુજબ, હેલોવીન પાર્ટી દરમિયાન એક નાના રસ્તા પરથી આગળ વધતી વખતે આ નાસભાગ થઈ.

stampede

સ્થાનિક ઈમરજન્સી અધિકારીઓને સતત દુર્ઘટના સાથે જોડાયેલા લોકોના કોલ આવી રહ્યા છે. આ કોલમાં ઘણા બધા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડ શહેરમાં લોકપ્રિય પાર્ટી સ્થળ હેમિલ્ટન હોટલ પાસે હતી. તેમણે કહ્યું કે સિઓલમાં ઉપલબ્ધ લગભગ તમામ સ્ટાફ સહિત દેશભરમાંથી 400થી વધુ ઈમરજન્સી વર્કર્સ તૈનાત કરવામાં આવ્યા છે. સિઓલના મેયર ઓહ સે-હૂન યુરોપના પ્રવાસે છે, પરંતુ દુર્ઘટના બાદ તેમણે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે એક નિવેદનમાં કહ્યું કે, અધિકારીઓએ ઘાયલોની ઝડપી સારવાર સુનિશ્ચિત કરવી જોઈએ અને હેલોવીન પાર્ટીના સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવી જોઈએ. તેમણે આરોગ્ય મંત્રાલયને આપત્તિ તબીબી સહાય ટીમોને ઝડપથી તૈનાત કરવા અને ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં પથારી પ્રદાન કરવા પણ નિર્દેશ આપ્યો છે.

English summary
A stampede at a Halloween party in Seoul, South Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X