For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલનો એ શખ્સ જેણે બનાવ્યો પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ

ભોપાલનો એ શખ્સ જેણે બનાવ્યો પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક અબ્દુલ કાદિર ખાનનો જન્મ 1935માં ભોપાલમાં થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન અબ્દુલનો પરિવાર પાકિસ્તાન જવા નહોતો માંગતો, કદાચ તેઓ મોટા થઈને ભાભામાં વૈજ્ઞાનિક બની જાત પરંતુ ભાગ્યને તે મંજૂર નહોતું. દિલચસ્પ છે કે ભારત અને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના સૌથી મહત્વના વૈજ્ઞાનિકમાં સમાનતા છે. ડૉ. અબ્દુલ કાદિર અને ડૉ. અબ્દુલ કલામ બંને મુસલમાન હતા, બંનેનો જન્મ ભારતમાં થયો હતો અને બંનેએ પોતાના દેશના પરમાણુ કાર્યક્રમના રાષ્ટ્રીય હીરો છે. એટલું જ નહિ, બંને વૈજ્ઞાનિકોને પરમાણુ કાર્યક્રમમાં યોગદાન માટે નહિ બલકે લાંબી રેન્જની મિસાઈલ વિકાસાવવા માટે ઓળખવામાં આવે છે.

ભારતમાં થયો જન્મ

ભારતમાં થયો જન્મ

પરંતુ અબ્દુલ કાદિર અને અબ્દુલ કલામના વ્યક્તિત્વમાં ઘણો ફરક છે. અબ્દુલ કાદિરનું નામ કટ્ટર રાષ્ટ્રવાદથી પ્રેરિત જાસૂસી માટે પણ ઓળખવામાં આવે છે, જ્યારે કલામ એક વૈજ્ઞાનિક અને લેખક તરીકે મશહૂર છે. બંનેની સફળતાનો રસ્તો પણ એકદમ અલગ હતો. ભોપાલમાં પેદા થયેલ અબ્દુલ એક સ્કૂલ માસ્ટરના દીકરા હતા. તેમના 6 ભાઈ-બહેન હતા. 1947માં ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે જ્યારે લાખો મુસલમાન પાકિસ્તાન જઈ રહ્યા હતા, ત્યારે અબ્દુલનો પરિવાર ભોપાલમાં જ રહેવા માંગતો હતો. 16 વર્ષની ઉંમરમાં અબ્દુલ કાદિર ખાન પણ ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા.

ભાગલા વખતે ભારત છોડ્યૂં

ભાગલા વખતે ભારત છોડ્યૂં

અબ્દુલ ખાને કરાચી યૂનિવર્સિટીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. ગ્રેજ્યુએશન બાદ અબ્દુલે બ્રેક લીધી અને અમુક નાની-મોટી નોકરી કરી. ગ્રેજ્યુએશનના અમુક વર્ષો બાદ ખાને જર્મનીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને મેટાલર્જિકલ એન્જિનિયરિંગમાં પીએચડી શરૂ કરી. આ દરમિયાન અબ્દુલે ડચ-સાઉથ આફ્રિકી મૂળની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને બેલ્ઝિયમમાં અભ્યાસ પૂરો કર્યો. 1972માં અબ્દુલ પોતાની પત્ની હેની સાથે એમ્સટરડેમ ચાલ્યા ગયા અને ત્યાં યૂરોપિયન યૂરેનિયમ એનરિચમેન્ટ સેન્ટ્રીફ્યૂજ કોર્પોરેશન માટે કામ કરવા લાગ્યા. ખાનની ઓળખ એક સારા કર્મચારી, પતિ, મિત્રઅને બે બાળકોના આદર્શ પિતા તરીકે થતી હતી.

પોતાની હાજરીનું એલાન કર્યું

પોતાની હાજરીનું એલાન કર્યું

ભારતે પાકિસ્તાનને 1971ના યુદ્ધમાં હરાવી પૂર્વી પાકિસ્તાનને અલગ કરી બાંગ્લાદેશ બનાવ્યું. પાકિસ્તાનના પીએમ જુલ્ફિકાર અલી ભુટ્ટોને શિમલા જઈ પોતાની હાજરીનું એલાન કરનાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા. તેઓ એક કડવો ઘૂંટડો પીને રહી ગયા. જ્યારે 1974માં ભારતે પોખરણમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું તો ભુટ્ટોએ આને એક પડકાર તરીકે લીધો. પાકિસ્તાનને હવે આનો જવાબ માત્રને માત્ર પાકિસ્તાનના બોમ્બમાં દેખાઈ રહ્યો હતો. પાકિસ્તાનને એક એવા શખ્સની તલાશ હતી જે પરમાણું બોમ્બ બનાવવામાં તેમની મદદ કરી શકે અને આ તલાશ અબ્દુલ કાદિર ખાન પર જઈને ખતમ થઈ. ખાન એમ્સટરડેમથી પાકિસ્તાનના હાલાત પર નજર બનાવીને બેઠા હતા.

એરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વેએરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે

English summary
abdul kadar khan is the father of nuclear bomb of pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X