For Quick Alerts
For Daily Alerts
UNમાં અડવાણીએ મનરેગાના કર્યા ભરપૂર વખાણ
યુએન, 10 ઓક્ટોબર: બીજેપીના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ યુપીએ સરકારની મનરેગા યોજનાના યુએન ખાતે ભરપૂર વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી ગ્રામીણ લોકોનું સશક્તીકરણ થયું છે, અને આર્થિક વૃદ્ધીને વધારવાની તક મળી છે.
વર્ષ 2005માં બનાવવામાં આવેલી આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એ યુપીએ સરકારની મહત્વની યોજના છે.
અડવાણીએ જણાવ્યું કે કામના બદલે રોકડ રકમ સાથે જોડાયેલી આ દુનિયાની સૌથી મોટી યોજના છે. જે અંતર્ગત 100 દિવસના રોજગારની આ યોજનાથી 5.3 કરોડ ગ્રામીણ પરિવારોને તેમની જરૂરિયાત પૂરી કરવાની મદદ મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 67માં સત્રમાં 'સામાજિક વિકાસ' વિષયની ત્રીજી સામાન્ય ચર્ચામાં ભાગ લેતા અડવાણીએ જણાવ્યું કે 'આ યોજનાથી સામાજિક વિષમતાને દૂર કરવા, ગ્રામીણ જનતાને સશક્ત બનાવવા, ગ્રામીણ વિકાસમાં પ્રાણ પૂરવા અને આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ મળી છે'.
અહીં આવેલ ભારતીય સાંસદોના સમૂહની સાથે અડવાણી આ મહાસભાના ઘણા સત્રોમાં ભાગ લેશે.