તાલિબાનની કાબુલ પર નજર! પ્રાંતીય રાજધાની પર જમાવ્યો કબજો

તાલિબાનની કાબુલ પર નજર! પ્રાંતીય રાજધાની પર જમાવ્યો કબજો

અફઘાનિસ્તાન હવે ઉગ્રવાદી સંગઠન તાલિબાનના હાથોમાં ચાલ્યું ગયું. આવું કહીએ તો કંઈ ખોટું નથી કેમ કે શુક્રવારે તાલિબાને કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલ પ્રાંતીય રાજધાની લોગાર પર કબ્જો જમાવી લીધો છે. જેને પગલે અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન જલદી જ સ્થપાય તેવી આશંકાઓ વધી ગઈ છે. અફઘાનિસ્તાનના સાંસદ સઈદ કરીબુલ્લાહહ સાદાતે કહ્યું કે, 'હવે તાલિબાને 100 ટકા નિયંત્રણ જમાવી લીધું છે. હવે પાઈટિંગ મોમેંટ જેવી વાત પણ અહીં નથી રહી. મોટાભાગના અધિકારીઓએ ભાગીને કાબુલમાં શરણાગતિ લઈ લીધી છે.'

taliban

તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના 18 પ્રાંતો પર કબ્જો જમાવી લીધો છે. એક અફઘાન અધિકારીએ પુષ્ટિ કરી કે સશસ્ત્ર સમૂહોએ પશ્ચિમ પ્રાંત ઘોર પર પણ કબ્જો જમાવી લીધો છે. આ ઉપરાંત ફિરોજ કોહ સિટી પણ હવે તાલિબાનીઓના હાથમાં છે. આ દરમિયાન નાટો સંગઠનમાં અમેરિકાના સહયોગી બ્રિટને અફગાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થવા પર દુનિયાભરમાં આતંકવાદ વધવાની આશંકા જતાવી છે. બ્રિટેનના રક્ષા મંત્રી બેન વૉલેસે કહ્યું કે, 'જેવી રીતે અફઘાનિસ્તાન ફેલ થઈ રહ્યું છે, તેનાથી અલકાયદા જેવા આતંકી સંગઠન મજબૂત તસે અને આનાથી પશ્ચિમી દુનિયા માટે સંકટ પેદા થઈ જશે.'

બ્રિટિશ મંત્રીએ કહ્યું કે મને ચિંતા છે કે આવા પ્રકારના અસફળ રાષ્ટ્રોમાં જ આતંકીઓ પોતાનું ઠેકાણું બનાવે છે. અલકાયદા પાછું આવે તેવી આશંકા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પોતાના તમામ ડિપ્લોમેટ્સને પાછા બોલાવવા શરૂ કરી દીધું ચે. આ ઉપરાંત તેઓ પાછલા 20 વર્ષમાં જે અફઘાનીઓએ નાટો સેનાને સમર્થન કર્યું તેઓને પણ શરણ આપશે. વધુ માત્રામાં અમેરિકાએ પણ આવા નાગરિકોને શરણ આપી છે. ઓસ્ટ્રેલિયાએ કાબુલમાં પોતાના દૂતાવાસને મે મહિનામાં જ બંધ કરી દીધું હતું અને જૂનમાં પોતાના બધા જ સૈનિકોને પાછા બોલાવી લીધા હતા.

જો તાલિબાન કાબુલને પોતાના કબજામાં લેવામાં સફળ થાય છે તો આ સમગ્ર દુનિયા માટે ખતરો બની શકે છે. આ ઘટનાક્રમથી ચીન પોતાના ફાયદાની ઝંખના કરી રહ્યું છે. જો કાબુલ પર તાલિબાન કબજો જમાવી લે છે તો ચીન હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને માન્યતા આપવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે તાલિબાન હવે કાબુલથી માત્ર 50 કિમી જ દૂર છે. આગામી 7 દિવસની અંદર તાલિબાન કાબુલ પર કબજો કરવાનો પ્લાન બનાવીને બેઠું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X