For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના તાલિબાની કમાન્ડરની અફઘાનિસ્તામાં ધરપકડ

|
Google Oneindia Gujarati News

terrorist
ઇસ્લામાબાદ, 20 ફેબ્રુઆરી: પાકિસ્તાનનો વરિષ્ઠ તાલિબાન કમાંડર મૌલવી ફકીર મોહમ્મદને અફઘાનિસ્તાનની ગુપ્ત એજન્સીયોએ પાકિસ્તાનની સાથે જોડાયેલા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. ડોન અખબારે પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓના હવાલાથી સમાચાર આપ્યા છે કે અફગાનિસ્તાનમાં મોહમ્મદની ધરપકડના સમાચાર સાચા છે.

અફઘાનિસ્તાનથી મળેલા સમાચારોમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનની ગુપ્ત એજન્સીઓએ તહરીક એ તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ હકીમુલ્લા મહસૂદનો 2011માં વડો રહી ચૂકેલ આતંકવાદી મોહમ્મદને પકડી પાડ્યો છે. તેની સાથે તેના ચાર સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. નાંગરાહાર પ્રાંતમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એક પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આ એક મોટી બાબત છે. પરંતુ જ્યાં સુધી અફઘાનિસ્તાનના અધિકારીઓ ખરાઇ ના કરે ત્યાં સુધી અમે કોઇ સાર્વજનિકરીતે કંઇ કરી શકીએ નહીં. અધિકારીએ દાવો કર્યો છે કે મૌલવી ફકીર અને અન્ય ભાગી ગયા છે અને અફઘાનિસ્તાનમાં શરણ લીધેલી છે.

તેમણે આશા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં છૂપાયેલા અન્ય પાકિસ્તાની આતંકવાદી કમાંડરને પણ પકડી લેવામાં આવશે. મોહમ્મદના શહેર બાજૌર કબાયલી વિસ્તારના એક અધિકારીએ જણાવ્યું કે ભાગેલા આતંકવાદીને પૂર્વી અફઘાનિસ્તાનના વસાવલમાંથી ધરપકડ કરી લેવાઇ જ્યારે તે પાકિસ્તાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

English summary
Afghan officials arrest senior Pakistani Taliban leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X