Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતા ધરતીકંપ, 250થી વધુ લોકોના મોત

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર અનુભવાયા હતા.

Afghanistan Earthquake : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 250 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભૂકંપ બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની વાત કરીએ તો અહીં બપોરે લગભગ 2.24 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે.

પક્તિકા પ્રાંતમાં સૌથી વધુ વિનાશ

પક્તિકા પ્રાંતમાં સૌથી વધુ વિનાશ

તાલિબાન વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે સૌથી વધુવિનાશ પક્તિકા પ્રાંતમાં થયો હતો, જ્યાં 250 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા.

તેમણે કહ્યું કે, નાંગરહારઅને ખોસ્તના પૂર્વ પ્રાંતમાં પણ મૃત્યુ નોંધાયા છે અને અધિકારીઓ બચાવ કાર્યમાં રોકાયેલા છે. અફઘાનિસ્તાનની સત્તાવાર સમાચારએજન્સીના અહેવાલ મુજબ દેશના પૂર્વ પક્તિકા પ્રાંતમાં ભૂકંપમાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે.

શા માટે થાય છે ભૂકંપ?

શા માટે થાય છે ભૂકંપ?

ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાંઆવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે વધુ દબાણ સર્જાય છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. આ પછીનીચેની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

ધરતીકંપથી કેટલો વિનાશ થાય છે?

ધરતીકંપથી કેટલો વિનાશ થાય છે?

  • રિક્ટર સ્કેલ 0 થી 1.9 માત્ર સિસ્મોગ્રાફ દ્વારા જ જોઈ શકાય છે.
  • રિક્ટર સ્કેલ 2 થી 2.9 હળવા કંપન.
  • રિક્ટર સ્કેલ 3 થી 3.9 જો તમારી નજીકથી ટ્રક પસાર થાય તેવી અસર દેખાય છે
  • રિક્ટર સ્કેલ 4 થી 4.9 બારી તૂટી શકે છે, દિવાલો પર લટકાવેલી ફ્રેમ પડી શકે છે.
  • રિક્ટર સ્કેલ 5 થી 5.9 ફર્નિચરને અસર થઇ શકે છે.
  • રિક્ટર સ્કેલ 6 થી 6.9 ઈમારતોના પાયામાં તિરાડ પડી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
  • રિક્ટર સ્કેલ 7 થી 7.9 ઇમારતો પડી શકે છે. જમીનની અંદર રહેલી પાઈપો ફૂટી શકે છે.
  • રિક્ટર સ્કેલ 8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પણ તૂટી પડે છે. સુનામીનો ખતરો રહે છે.
  • રિક્ટર સ્કેલ 9 અને વધુ સંપૂર્ણ વિનાશ. જો કોઈ ખેતરમાં પાક ઊભો હોય, તો તે ધરતી પર લહેરાતો જોવા મળશે. જો દરિયો નજીક હોય તો સુનામી આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X