For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાન: 'તાલિબાનના કબજા બાદ કાબુલમાં જે શાંતિ છવાયેલી છે એ જોઈને આશ્ચર્ય થયું'

અફઘાનિસ્તાન: 'તાલિબાનના કબજા બાદ કાબુલમાં જે શાંતિ છવાયેલી છે એ જોઈને આશ્ચર્ય થયું'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રવિવારે તાલિબાને 20 વર્ષ પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબજો મેળવી લીધો. ત્યારે નવું કાબુલ કેવું દેખાય છે અને ત્યાં કેવું અનુભવાય છે?

અગાઉ જે ચેકપૉઇન્ટ ઉપર સેના કે પોલીસ કર્મચારી તહેનાત રહેતા હતા, તે તમામ સ્થળોએ તાલિબાનોએ કબજો કરી લીધો છે.

રવિવારની સરખામણીમાં સોમવારે અને પછી મંગળવારે શહેરમાં તણાવ ઓછો હતો. તાલિબાનો દ્વારા શહેરની ટ્રાફિકવ્યવસ્થાને પોતાને આધીન લઈ લેવામાં આવી છે. સેના અને પોલીસ દ્વારા વપરાશમાં લેવામાં આવતા વાહનોને તેમણે જપ્ત કરી લીધા છે, છતાં તેની વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

જો વાહનોમાં તાલિબાની લડવૈયાઓ હોય તો તેમની પણ તપાસ કરવામાં આવે છે. લૂંટારા તથા ચોર તાલિબાનોના સ્વાંગમાં ફરી નથી રહ્યાને, તે વાતની ખાતરી કરવા માટે આમ કરવામાં આવી રહ્યું હોવાનું તેમને જણાવવામાં આવી રહ્યું છે.


ફસાયેલા લોકો

તાલિબાન લડવૈયાઓ કાબુલમાં 15 ઑગસ્ટની રાતથી પ્રવેશ કરી ગયા હતા

ઍરપૉર્ટ ઉપર ભારે અંધાધૂંધીના દૃશ્યો જોવા મળી રહ્યા હતા. બાળકો, યુવાનો, વૃદ્ધ વગેરે બે કિલોમીટર ચાલીને પહોંચી રહ્યાં હતાં. તેઓ દેશ છોડીને નાસી જવા માગતા હતા. મોટાભાગના લોકો રસ્તા ઉપર રાહ જોઈ રહ્યા હતા.

ઍરપૉર્ટ પર લગભગ 10 હજાર લોકો વિશે આ સ્થિતિ હતી. મુખ્ય દરવાજા પાસે તાલિબાન ભારે હથિયારોથી સજ્જ હતા. તેઓ હવામાં ગોળીબાર કરીને લોકોને વિખેરવા માટે પ્રયાસરત હતા.

લોકો દરવાજા, દીવાલ તથા કાંટાળી તાર કૂદીને અંદર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યા છે.

કાબુલમાં એક ચોકી પાસે ઊભા તાલિબાન લડવૈયાઓ

રવિવારે કાબુલના ઍરપૉર્ટ ઉપર ફસાયેલા પ્રત્યક્ષદર્શીઓ સાથે અમે વાત કરી હતી. તેમને ઉઝબેકિસ્તાન જવું હતું, પરંતુ એમ કરવું શક્ય ન હતું.

અધિકારીઓ પણ ઍરપૉર્ટ છોડી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે લોકો ટિકિટ અને પાસપૉર્ટ વગર પહોંચી ગયા હતા. તેમને એવી આશા તેમને વિદેશ જવા મળશે.

ઍરપૉર્ટની અંદર ફસાયેલા લોકો ભોજન કે પાણી પણ નહોતું. ફસાયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને શારીરિક રીતે વિકલાંગ લોકો પણ હતા.


શહેરમાં શાંતિ, રસ્તાઓ પર ઓછી મહિલાઓ, હોટલોમાંથી મ્યુઝિક ગાયબ

સોમવારે શહેરની દુકાનો બંધ હતી અને રવિવારની સરખામણીમાં લોકોમાં શાંતિ પ્રવર્તી રહી હતી. રવિવારે બધા ભયભીત હતા અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

જ્યારથી તાલિબાને કાબુલ પર કબજો કર્યો છે ત્યારથી રસ્તા ઉપર બહુ થોડી મહિલાઓ જોવા મળી રહી છે, તેમાં પણ પુરુષ ઍસ્કૉર્ટ વગર ખૂબ જ થોડી મહિલાઓ જોવા મળી રહી છે.

અમુકે વાદળી રંગના બુરખા પહેર્યાં હતાં, અમુક મહિલાઓએ ચહેરા પર સર્જિકલ ફેસમાસ્ક પહેર્યાં હતાં અને માથા પર દુપટ્ટો પહેર્યો હતો. એવું લાગતું હતું કે તાલિબાનને તેમની સામે કોઈ વાંધો ન હતો.

તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડી ભાગવા માટે મજબૂર બનેલા લોકો

રસ્તા પર વાગતું સંગીત ગાયબ છે. હોટલમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હતું, પરંતુ તે બંધ થઈ ગયું છે. સ્ટાફ ભયભીત છે.

હજુ શહેર ચાલી રહ્યું છે. હું નિયમિત રીતે જે ટૅક્સીમાં અવરજવર કરતો હતો, તેનો ડ્રાઇવર તાલિબાનના શાસનથી ખુશ જણાય છે.

આશ્ચર્યજનક રીતે, મેં જોયું કે લોકો તાલિબાની ઉગ્રવાદીઓને, "તમે ખૂબ શક્તિશાળી બનો, તમને શુભકામનાઓ." વગેરે કહીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

હજારો લોકો તલિબાનના શાસનથી બચવા માટે કાબુલના હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ધસી આવ્યા હતા

તાલિબાની લડવૈયાઓ પણ ખુશ હોય તેમ જણાય છે. મેં પેટ્રોલિંગનું કામ કરતા કેટલાકની સાથે વાત કરી હતી.

અમે રાષ્ટ્રપતિના મહેલની અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે અમને કહ્યું કે હાઇકમાન્ડની મંજૂરી લેવી પડશે.

મેં જેટલા ઉગ્રવાદીઓને જોયા, તેમણે અમારી સાથે મૈત્રીપર્ણ વ્યવહાર કર્યો હતો.

અફઘાન લોકો વિમાનની ઉપર ચડીને કાબુલ ઍરપૉર્ટ પરથી દેશ છોડવાનો પ્રયત્ન કરતા

પહેલાં હું થોડો ડરેલો હતો, મને હતું કે હિંસા થશે અને એવી બધી બાબતો મારા મગજમાં આવી રહી હતી.

પરંતુ સદનસીબે એવું કશું નહતું થયું. ખૂબ જ શાંતિ પ્રવર્તે છે. હું માની નહોતો શકતો કે 20 વર્ષ બાદ રાજધાનીમાં કબજો બદલાયો છે, છતાં તે આટલું શાંત છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=3sdPSdw1pcM

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Afghanistan: 'Surprised to see peace in Kabul after Taliban takeover'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X