એક સદી બાદ નોર્વેના આ શહેર પર પડશે સૂરજની કિરણો!

rjukan
ઝુકાન, 16 જુલાઇ : નોર્વેનું એક શહેર એવું છે જ્યાં શિયાળાની ઋતુંમાં સૂરજની કિરણો પહોંચતી નથી. ઔદ્યોગિક શહેર ઝુકાન મધ્ય નોર્વેમાં સ્થિત એક સંકરી ઘાટીમાં વસેલું છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહીનામાં 100 વર્ષમાં પહેલી વાર શહેરવાસીઓને શિયાળાની ઋતુમાં પણ સૂરજની કિરણોથી પોતાને ગરમ રાખવાની તક મળશે.

સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર જો બધું યોગ્ય રહ્યું તો ઘાટીમાં વસેલા શહેરના કિનારા સ્થિત પહાડિઓ પર 450 મીટરની ઉંચાઇ પર લગાવવામાં આવેલા મોટા મોટા કાંચ દ્વારા સૂરજની કિરણોને પરાવર્તિત કરીને ઝુકાન શહેરના મુખ્ય ક્રોસ રોડ પર પડશે.

પહેલી જુલાઇથી શરૂ થયેલ પહાડ પર કાંચ લગાવવાનું કામ લગભગ પૂરું થઇ ચુક્યું છે. સોમવારે ટેકનિશિયનો અને કામદારોએ 50 લાખ ક્રોનરની આ યોજનાને અંતિમ રૂપ આપ્યું. ઘણા દાયકાઓથી ઝુકાનવાસીઓને શિયાળાની ઋતુમાં સૂરજની કિરણો પામવા માટે કેબલ કાર ક્રોસ્સોબેનન દ્વારા પહાડી પર જવું પડતું હતું.

ઝુકાન પ્રવાસન કાર્યાલયના પ્રમુખ કેરીન રોએ જણાવ્યું કે શહેરીજનો પહેલાની જેમ કેબલ કારની મદદથી પહાડ પર જવાનું ચાલું રાખશે, પરંતુ મુખ્ય ચારરસ્તા પર સૂર્યની કિરણો પહોંચ્યા બાદ, ત્યાં ચહેલ પહેલ વધવાની આશા છે.

શહેરના મુખ્ય અધિકારી રૂન લિયોડોઇને જણાવ્યું કે શિયાળામાં શહેર સુધી સૂરજની કિરણો પહોંચાડવાનો વિચાર એટલો જ જૂનો છે, જેટલું જુનું આ શહેર છે. પરંતુ પહેલા આપણી પાસે આટલી વિકસીત ટેકનોલોજી ન્હોતી, માટે કેબલ કારનો વિકલ્પ અપનાવવામાં આવ્યો. પાંચ વર્ષો સુધી વાદ-વિવાદ બાદ શહેરની અધિકારીક પરિષદે મોટા કાંચ લગાવવા અને યોજના માટે 823,000 ડોલરના નાણાકીય રોકાણને મંજૂરી આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X