ગર્ભપાત કાનૂનમાં પરિવર્તન માટે આખરે આયર્લેન્ડ તૈયાર

સવિતાના પતિએ કહ્યું હતું કે તેમણે પત્નીનું ગર્ભપાત કરવા માટે વારંવાર અનુરોધ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેમને આઇરીશ કાનૂનનો હવાલો આપીને ગર્ભપાત કરવાવની ના કહી દીધી હતી.
ટેલિગ્રાફના અનુસાર આયર્લેન્ડ સરકારે એ કાનૂનને રદ કરવાનો નિર્ણય કર્યો છે, જે ગર્ભપાતને આપરાધિક કૃત્ય ગણાવે છે. સરકારે એવો નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે કે મહિલાનો જીવ જોખમમાં હોય તેવી સ્થિતિમાં ડોક્ટરો ગર્ભપાત કરી શકે છે.
અખબારના અનુસાર સ્વાસ્થ્ય મંત્રી ડો જેમ્સ રીલીએ જણાવ્યું કે ' હું જાણું છું કે મોટાભાગના લોકોની આ મામલે જુદી જુદી માન્યતા છે, પરંતુ સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે આયર્લેન્ડમાં ગર્ભવતી મહિલાઓ સુરક્ષિત રહે. અમે તેમની દેખભાળ કરવા માટે અમારી ફરજ નીભાવીશું'
રીલીએ જણાવ્યું કે 'આના માટે અમે એ સ્થિતિ માટે કાનૂન તથા નિયમમાં સ્પષ્ટ કરીશું કે જ્યારે ગર્ભથી મહિલાના જીવનને ખતરો હોય તો ઇલાજ માટે શું કરવું જોઇએ.'
પ્રધાનમંત્રી ઇંડા કેન્નીએ જણાવ્યું કે નવા વર્ષમાં મુસદ્દો તૈયાર થઇ જશે અને ઇસ્ટર સુધી કાનૂન ગઢાઇ જશે.












Click it and Unblock the Notifications
