એક સૈનિકની જિંદગી બચાવવા અમેરિકાએ છોડ્યા પાંચ તાલિબાની આતંકી
વોશિંગટન, 1 જૂનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના એક સાર્જેન્ટના જીવન માટે ગ્વાંતાનામો બે જેલમાં બંધ પાંચ અફઘાનિસ્તાન કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો. પાંચ વર્ષ સુધી તાબિલાની આતંકીઓને કેદમાં રહ્યાં બાદ અમેરિકા સેનામાં સાર્જેન્ટ બાઓ રોબર્ટ બેર્ગેડેલને આખરે છોડી દીધા છે.

આ વાતચીતમાં કતરે મધ્યસ્થની ભૂમિકા અદા કરી છે. સાર્જેન્ટ બેગેર્ડેલનું મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. બરાક ઓબામાએ પોતાના સૈનિકની સકુશળ મુક્તિ પર ખુશી વ્યક્ત કરાવતા કહ્યું કે પાંચ વર્ષ બાદ હવે અમે અમારા સાર્જેન્ટનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.
ઓબામાએ સાર્જેન્ટની સકુશળ મુક્તિ મધ્યસ્થની ભૂમિકા નિભાવવા માટે કતર સહિત અફઘાનિસ્તાન સરકારનો પણ આભાર માન્યો છે. બરાક ઓબામા જે સમયે એ વાતની જાહેરાત કરી રહ્યાં હતા, સાર્જેન્ટ બેર્ગેડેલની માતા-પિતા તેમની સાથે ઉપસ્થિત હતા. સાર્જેન્ટ બેર્ગેડેલની ઉમર 28 વર્ષ છે.












Click it and Unblock the Notifications
