For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ WHOના ચીફ બોલ્યા, અમે કોરોના સામેની જંગ ચાલુ રાખશું

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ WHOના ચીફ બોલ્યા, અમે કોરોના સામેની જંગ ચાલુ રાખશું

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધાનોમને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોવિડ 19ને લઈન 30 દિવસમાં કેટલાક પુખ્ત પરિણામ નહિ મળે તો હંમશા માટે ફંડિંગ રોકી દેવામાં આવશે. પરંતુ ટ્રમ્પની ચેતવણી છતાં WHOના ચીફનું કહેવું છ ક તેઓ વૈશ્વિક બીમારી વિરુદ્ધ લડાઈનું નેતૃત્વ કરતા રહશે. મંગળવાર તેમણે WHOની ભૂમિકાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈપણ વ્યક્તિથી વધુ જવાબદારીમાં વિશ્વાસ કરીએ છી. 194 દેશની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન ટેડ્રોસ કહ્યું કે અમે વૈશ્વિક મહામારી વિરુદ્ધ દુનિયાભરના દેશોમાં શ્રષ્ઠ સમન્વય માટે રણનૈતિક નેતૃત્વ ચાલુ રાખશું.

Coronavirus

જણાવી દઈએ ક કોરોના વાયરસ સંકટના સમય અમરિકા સતત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડન્ટ નોડાલ્ડ ટ્રમ્પ WHOની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા તમણે WHOને અમેરિકા તરફથી આપવામાં આવતા ફંડિંગને રોકવાની વાત કહી હતી. પરંતુ હવે તેમણે ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગ્રેબિસસને એક પત્ર લખી સ્પષ્ટ રીતે ચેતવણી આપી કે જો 30 દિવસમાં ડબલ્યૂએચઓ ઠોસ સુધાર નથી કરતું તો તે અમેરિકા તરફથી આપવામાં આવતા ફંડિંગને હંમેશા માટે રોકી દેશે. અમેરિકાએ હાલ ફંડિંગને સ્થાયી રૂપે ફ્રીઝ કરી રાખ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો 30 દિવસમાં ઠોસ સુધારો ના થયો તો તેઓ ડબલ્યૂએચઓમાં અમેરિકાની સભ્યતા પર પણ પુનર્વિચાર કરશે.

ડબલ્યૂએચઓને લખેલા આ પત્રને ટ્રમ્પે ટ્વિટર પર શેર કર્યો. જણાવી દઈએ કે પાછલા મહિને ટ્રમ્પે કોવિડ 19ના નિવારણને લઈ ડબલ્યૂએચઓ દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવાની વાત કહી હતી અને અમેરિકાનું ફંડિંગ રોકી દીધું હતું. ટ્રમ્પની આ કાર્યવાહી બાદ ડબલ્યૂએચઓએ કહ્યું હતું કે અમે હજી પણ આ મહામારીના ગંભીર સંકટ સામે લડી રહ્યા છીએ, માટે આ સમય ફંડિંગ રોકવાનો નથી. જો કે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે ડબલ્યૂએચઓને અપાતા ફંડિંગને રોકવા માટે ટ્રમ્પ કોંગ્રેસની સહમતિ મેળવી શક્યા છે કે નહિ. જણાવી દઈએ કે કોંગ્રેસની સહમતી વિના ટ્રમ્પ ફંડિંગ ના રોકી શકે.

કોરોના: કાશ્મીરમાં 20 ડોક્ટરો અને 25 ગર્ભવતી મહીલાઓ પોઝીટીવકોરોના: કાશ્મીરમાં 20 ડોક્ટરો અને 25 ગર્ભવતી મહીલાઓ પોઝીટીવ

English summary
After threat from Donald Trump WHO chief says we will continue our fight against coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X