Air India Emergency Landing : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટનું લંડન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ?
Air India Emergency Landing : ભારતની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાની એક પછી એક ફ્લાઈટોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં વધુ એક ફ્લાઈટનું લંડન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.
સમાચારો અનુસાર, એર ઈન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઈટનું સિક્યુરિટી કારણોસર લંડન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે.

આ ફ્લાઈટ લંડન એરપોર્ટના એર સ્પેસમાં ચક્કર લગાવી રહી હતી. શરૂઆતમાં લંડન ATC એ ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી ન આપી પરંતુ બાદમાં પરવાનગી મળી ગઈ.
એર ઈન્ડિયાની ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગની ઘટના ભારતીય ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના સિલસિલા બાદ બની છે. જણાવી દઈએ કે, આ પહેલા 14 ફ્લાઈટનું વિવિધ કારણોસર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાઓ બાદ આ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું.
સમાચારો અનુસાર, 17 ઓક્ટોબરના રોજ એર ઈન્ડિયા એક્સપ્રેસની સાત અને એર ઈન્ડિયાની 5 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. છેલ્લા 2 દિવસમાં ઘણી એરલાઈન્સને ટાર્ગેટ કરીને કોલ આવી રહ્યાં છે. ધમકી મળી ત્યારે આમાંથી ચાર ફ્લાઈટ્સ જમીન પર જ હતી, જ્યારે ત્રણ હવામાં હતી.
શિકાગો અને ન્યુયોર્ક માટે જતી એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળ્યા બાદ યુએસએ વ્યાપારી ઉડ્ડયન સામે કોઈપણ પ્રકારની ધમકીને અસ્વીકાર્ય ગણાવી છે. નવી દિલ્હીથી શિકાગો જતી આવી જ એક ફ્લાઈટનું કેનેડાના ઈક્લુઈટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મુંબઈથી ન્યુયોર્ક જતી બીજી ફ્લાઇટ નવી દિલ્હી પરત ફરી હતી જ્યારે સિંગાપોર જતી ફ્લાઇટ માટે ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પહેલા ગુરૂવારે દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સહિત દસ ફ્લાઈટને છેલ્લા 48 કલાકમાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા બોમ્બની ધમકીના મેસેજ મળ્યા હતા. જે બાદ સુરક્ષા એજન્સીઓએ વિવિધ એરપોર્ટ પર આતંકવાદ વિરોધી વિશેષ કવાયત શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
