For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્સમાં એર ઇન્ડિયા ત્રીજા ક્રમે

|
Google Oneindia Gujarati News

air-india-flight
વૉશિંગ્ટન, 28 જાન્યુઆરી : એક સર્વેક્ષણ અનુસાર વિશ્વની સૌથી ખરાબ 60 એરલાઇન્સની યાદીમાં ભારતની એર ઇન્ડિયા ત્રીજા ક્રમે આવે છે. આ સર્વેમાં પ્રથમ ક્રમે ચાઇના એરલાઇન્સ અને દ્વિતીય ક્રમે ટામ એરલાઇન્સનો નંબર આવ્યો છે. એર ઇન્ડિયા સૌથી ઓછી સુરક્ષિત એરલાઇન્સમાં સ્થાન ધરાવે છે.

વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાઓ પર નજર રાખતી એક વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર વિવિધ બાબતોનું ધ્યાન રાખીને વિશ્વની સૌથી ખરાબ 60 એરલાઇન્સને ક્રમ આપવામાં આવ્યા છે. ભારતની સરકારી એરલાઇન એર ઇન્ડિયા વિશ્વની 60 સૌથી ખરાબ એરલાઇન્સની યાદીમાં સ્થાન ધરાવે છે.

વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇનમાં ફિન એરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ, કેથે પેસિફિક અને અમીરાત એરલાઇન્સનો સમાવેશ થાય છે. આ ટોચની એરલાઇન્સે છેલ્લાં 30 વર્ષના સમયગાળામાં કોઇ પણ દુર્ઘટનાનો સામનો કર્યો નથી. બીજી તરફ કેટલીક એરલાઇન્સ આ યાદીમાં સ્થાન મેળવી શકી ન હતી.

નોર્થ અમેરિકાની કોઇ પણ એરલાઇન્સે ટોચની એરલાઇન્સની યાદીમાં એન્ટ્રી કરી નથી. તેની એક પણ એરલાઇન્સ સૌથી ખરાબ એરલાઇન્સની યાદીમાં સ્થાન પામી નથી. છેલ્લાં 30 વર્ષમાં થયેલા ગંભીર પ્રકારના અકસ્માતો અને વિમાન તૂટી પડવાના કિસ્સાઓના આધાર પર આ વાર્ષિક ગણતરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્‌સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી ખુવારી થઇ હતી. જેમાં 496 જીવલેણ દુર્ઘટનાઓ થઇ હતી. અન્ય કેટલીક મોટી દુર્ઘટનાઓ પણ થઇ હતી, જેમાં દાના એર ફ્લાઇટનો સમાવેશ થાય છે. નાઇજિરિયામાં વિમાન તૂટી પડતાં આ અકસ્માતમાં 169 લોકોનાં મોત થયાં હતાં. આવી જ રીતે ભોજા એર ફ્લાઇટ તૂટી પડતાં 127 લોકોનાં મોત થયાં હતાં. અગાઉના વર્ષમાં કુલ 30 વિમાનો તૂટી પડ્યા હતા, જે પૈકી 44 સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં.

English summary
Air India ranked 3 in world worst airlines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X