અમેરિકા: ક્રિસમસના 1 દિવસ પહેલાં શિકાગોમાં થયો ગોળીબાર

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના શિકાગો શહેરમાં ક્રિસમસના એક દિવસ પહેલાં ગોળીબાર થયો હતો, જેમાં 2 લોકોનું મૃત્યુ થયું હતું અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવારે બપોરે 3 વાગે પશ્ચિમી ફર્ડિનાંડ સ્ટ્રીટ પર થઇ. પોલીસ અનુસાર, ક્રિસમસની રજાઓ દરમિયાન રસ્તાઓ પર ભીડ હતી, ત્યારે જ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. સમાચાર એજન્સિ સિન્હુઆના અહેવાલ અનુસાર, આ ગોળીબારની ઘટના ત્યારે થઇ, જ્યારે શહેરના નોર્થવેસ્ટના વિસ્તારમાં એક 21 વર્ષીય યુવક વાહન પર બેઠો હતો, ત્યારે જ એની પર કોઇએ ગોળીબાર કર્યો હતો.

chicago

પોલીસે શિકાગો સન-ટાઇમ્સને જણાવ્યું હતું કે, યુવકને ડાબી જાંઘમાં ગોળી વાગી અને એને ઇલિનોઇસ મેસોનિક મેડિકલ સેન્ટર લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, આ ક્ષેત્રમાં આવી ઘટનાઓ અનેકવાર થાય છે. આ જ વર્ષે ઑસ્ટિન પોલીસ ડિસ્ટ્રિક્ટમાં 330 લોકો ગોળીબારનો શિકાર બન્યા હતા. આ વર્ષે શિકાગો શહેરમાં 3500થી વધારે લોકો ગોળીબારનો શિકાર થયા હતા, જેમાં 600 લોકોની પરિસ્થિતિ ગંભીર થઇ હતી. શિકાગોમાં શનિવારે જે વિસ્તારમાં ગોળીબાર થયો, એમાં ત્રણ ચર્ચ અને એક શાળા પણ છે. પોલીસે જણાવ્યું કે, આ રસ્તા પર મોટેભાગે ભીડ રહે છે.

English summary
America: 2 dead, 11 wounded in Chicago shootings just a night before of Christmas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.