અમેરિકાઃ 5 વર્ષની પ્રદર્શનકારી બાળકીએ પોલીસનેપૂછ્યું- તમે અમને મારી નાખશો?
અમેરિકાઃ 5 વર્ષની પ્રદર્શનકારી બાળકીએ પોલીસનેપૂછ્યું- તમે અમને મારી નાખશો?
વૉશિંગ્ટનઃ આફ્રિકી મૂળના અમેરિકી અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લૉયડનું પોલીસ કસ્ટડીમાં મોત બાદ કેટલાય દિવસોથી અમેરિકામાં પ્રદર્શનો સતત થઈ રહ્યા છે. પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થી રહી છે. આ હ્યૂસ્ટન હેરની છે. જેમાં એક પોલીસકર્મી માસૂમ બાળકીને હોંસલો આપતો જાવ મળી રહ્યો છે. લાખો લોકોએ આ તસવીરને લાઈક કરી છે.

જણાવી દઈએ કે જ્યારે શહેરમાં માર્ચ નીકળી રહી હતી તો પાંચ વર્ષની એક બાળકી રોવા લાગી. ત્યાં હાજર એક પોલીસકર્મીએ તેને છાની રાખવાની કોશિશ કરી. જેના પર બાળકીએ કહ્યું કે શું તમે અમને ગોળી મારી દેશો. એવામાં પોલીસકર્મીએ બળકીને ગોદમાં ઉંચકી લીધી અને તેને સહેલાવતા કહ્યું કે 'હું તમારી સુરક્ષા માટે છું. મારા રહેતા તમને કોઈ નુકસાન નહિ પહોંચાડી શકે.' સોશિયલ મીડિયા પર આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.
Brilliantly handled by this police officer...however, imagine having to warn your child in 2020 that just because the colour of your skin some police could potentially shoot/kill you. Not something White people have to think about doing. Madness https://t.co/HPD51hYR4q
— Fletch. (@JoshFletcherr) June 6, 2020
ગત 25મી મેના રોજ અમેરિકાના મિનીપોલિસમાં એક પોલીસ અધિકારી ડેરેક ચાઉવને અશ્વેત જ્યોર્જ ફ્લૉયડના ગળાને ગોઠણથી કેટલીય મીનિટ સુધી દબાવી રાખ્યું હતું, જેને પગલે તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદથી અમેરિકામાં પ્રદર્શન થઈ રહ્યાં છે. ખાસ કરીને બ્લેક અશ્વેત લોકો વિરુદ્ધ ખરાબ વર્તાવને લઈ આ પ્રદર્શન છે. 46 વર્ષના જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ આખા અમેરિકામાં પ્રદર્શન થઈ રહ્યા છે. જેને લઈ અમેરકામા ંઠેર ઠેર હિંસા પણ થઈ રહી છે.
આ પણ વાંચો
- જ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ: અભિનેતા ધ રોક એ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પડકાર્યા
- અમેરીકામાં ચાલું હીંસા પર બોલ્યા બરાક ઓબામા, કહ્યું જ્યોર્જ ફ્લોયડને પોલીસ આપે ન્યાય
- અમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશે












Click it and Unblock the Notifications
