For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશે

અમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશે

By Staff
|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. હિંસાની આગ હવે વ્ટાઈટ હઉસ સુધી પહોંચી ગઈ છે. હિંસાના કારણે ફરીથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે વ્હાઈટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વ્હાઈટ હાઉસની પાસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા છે.

donald trump

જ્યારે પ્રેસિડેન્ટ ડોાલ્ડ ટ્રમ્પે પણ પ્રદર્શનકારીઓને મોબ હિંસા રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેઓ જ્યોર્જ ફ્લૉયડ અને તેના પરિવારને ન્યાય અપાવીને જ રહેશે, પરંતુ તેમણે હિંસા દરમિયાન દુકાનોમાં લૂટ-ફાટ કરી રહેલા પ્રદર્શકારીઓ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સિંહા અને લૂટપાટ કરી રહેલા લોકોએ જ્યોર્જનું અપમાન કર્યું છે.

પોલીસ કસ્ટડીમાં મિનિયાપોલિસના અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ અમેરિકામાં હંસા ભડકી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યોર્જ ફ્લૉયડના મોતને ત્રાસદી ગણાવતા કહ્યું કે આવું ક્યારેય ના થવું જોઈએ. તેમણે કહ્યું કે આ ઘટનાએ દેશને ભય, ક્રોધ અને શોકથી ભરી દીધો છે. તેમણે કહ્યું કે હું ન્યાય અને શાંતિની માંગ કરનાર દરેક અમેરિકીનો દોસ્ત અને સહયોગી બની તમારી સામે ઉભો છું, પરંતુ લૂટફાટ અને મારપીટ કરી હિંસા ભડકાવનારા લોકો જ્યોર્જનું અપમાન કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના અધિકારનું તેઓ સમર્થન કરે છે, પરંતુ અમેરકાના રસ્તાઓ પર જે કંઈપણ જોવા મળ્યું છે તેનો શાંતિ અને ન્યાય સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે લોકોને ડરાવવા, નોકરીઓ ખતમ કરવા, દુકાનો-બજારોને નુકસાન પહોંચાડવા અને ઈમારતોને સળગાવનાર દંગાઈઓ, લૂટેરાઓથી જ્યોર્જ ફ્લૉયડની યાદોને અપમાનિત કરવામાં આવી રહી છે.

અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. હિંસાની આગ હવે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગઈ છે. હિંસાના કારણે ફરીથઈ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે વ્હાઈટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વ્હાઈટ હાઉસ પાસે પ્રદર્શકારીઓને રકવા માટે ટિયર ગેસને સેલ છોડવા પડ્યા છે. આ ઘટના બાદ ભડકેલી હિંસાના કારણે અમેરિકાના 40 શહેરોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.

જ્યારે હંસાથી નારાજ પ્રેસિડેન્ટ ટ્રમ્પે તમામ રાજ્યોના ગવર્નરોને ફટકાર લગાવી છે. ટ્રમ્પે તમામ રાજ્યોના ગવર્નરોને સંબોધિત કરતા હિંસા પર રોક ના લગાવી શખવા પર ભારે ફટકાર લગાવી. તેમણે કહ્યું કે તમારા લોકોના વલણ પર આખી દુનિયા હસી રહી છે. જો તમે હિંસા નહિ રોકી શકો ત કોઈ કામના નહિ રહી જાઓ. તેમણે કહ્યું કે હિંસા રોકવા માટે કઠોર પગલાં ઉઠાવવામાં આવે.

જમ્મુ-કાશ્મીરઃ અવંતીપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 દિવસમાં 14 આતંકી ઠારજમ્મુ-કાશ્મીરઃ અવંતીપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 દિવસમાં 14 આતંકી ઠાર

English summary
george floyd and his famiy will get justice says president donald trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X